BREAKING: ગુજરાત રાજ્યના મૂકી સચિવ પંકજ કુમાર કોરોના સંક્રમિત થયા
ગુજરાતમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના મુખ્ય સચિવ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મુખ્ય સચિવ પંકજ કુમાર કોરોના સંક્રમિત થયા બાદ ઘરે જ સારવાર લઈ રહ્યા છે. તેઓ નિવાસ સ્થાને પ્રાથમિક સારવાર લઈ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસની ગતિમાં થઇ રહેલા વધારાનો ક્રમ જારી રહ્યો છે. શનિવારે રાજ્યમાં કોરોનાના 154 નવા કેસ સામે આવ્યા છે જ્યારે એક્ટિવ કેસનો આંક 700 ને પાર થઇ ગયો છે.
રાજ્યમાં કોરોનાના કેસનો આંક 150 ને પાર થયો હોય તેવું 1 માર્ચ બાદ પ્રથમવાર બન્યું છે. છેલ્લા 11 દિવસમાં જ રાજ્યમાંથી કુલ 910 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. નવા કેસ પૈકીના 75% માત્ર અમદાવાદ-વડોદરામાંથી નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લા 11 દિવસમાં જ કુલ 500 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે.