જુઓ PHOTOS! સ્માર્ટ સિટી છે કે છેવાડા નું ગામડું: ઉસ્માનપુરામાં 9 ઈંચ તો ચકુડિયા વિસ્તારમાં 6 ઈંચ વરસાદે પોલ ખોલી.
અમદાવાદીઓ છેલ્લા ઘણા સમયથી સારા વરસાદની રાહ જોતા હતા. આજે અમદાવાદમાં બે કલાક પડેલા વરસાદથી આભ ફાટયા જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.અમદાવાદમાં સૌથી વધુ ઉસ્માનપુરામાં 9 ઈંચ તો ચકુડિયા વિસ્તારમાં 6 ઈંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. પ્રિ- મોન્સુનની કામગીરી તમામ પરિસ્થિતિમાં સજ્જ તંત્રના દાવાની પોલ ખુલી ગઈ. શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદને કારણે જાહેરજનજીવન પણ ઠપ્પ થઈ ગયું હતું.
- મણિનગર વિસ્તારમાાં ૩.૫ ઈંચ વરસાદ
- ચાંદખેડા, પાલડી, બોડકદેવમાં ૩ ઈંચ વરસાદ
- સરખેજ, સાયન્સ સીટી, ગોતામાં બે ઈંચ વરસાદ
ભારે વરસાદને લઈને શહેરના મોટાભાગના અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા.
ભારે વરસાદને લઈને શહેરના મોટાભાગના અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા. બપોરે બેથી ચાર વાગ્યા સુધી પડેલા ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોએ સૌથી વધુ હાલાકી વેઠવી પડી હતી. બપોરે ચાર વાગ્યાનો સમય શાળા છૂટવાનો હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
ઝોન મુજબ વરસાદના પ્રાથમિક આંકડા
- પૂર્વ ઝોન – 5 ઇંચ
- પશ્ચિમ ઝોન – 5 ઇંચ
- ઉત્તર પશ્ચિમ ઝોન – 2.5 ઇંચ
- દક્ષિણ પશ્ચિમ ઝોન – 2 ઇંચ
- મધ્ય ઝોન – 4 ઈંચ
- ઉત્તર ઝોન – 4.5 ઇંચ
- દક્ષિણ ઝોન – 2 ઇંચ