હવે aawaz.com પર મેઘાણી અને ગિજુભાઈ બધેકાની વાર્તાનું પોડકાસ્ટ સાંભળો.

aawaz.com, ભારતીય ભાષાઓનું સૌથી મોટું પોડકાસ્ટ નેટવર્ક છે, જે તેની ગુજરાતી ભાષાની આવૃત્તિ લોન્ચ કરવાની જાહેરાત કરે છે. શ્રોતાઓ લૉન્ચ સમયે ગુજરાતીમાં બાર ઓરિજિનલ ઑડિયો શૉ સાંભળી શકશે અને દર અઠવાડિયે લાઇબ્રેરીમાં વધુ ઑડિયો શૉ ઉમેરાશે જેથી તેઓ તેમનું મનોરંજન યથાવત મેળવી શકે છે.

આવાઝ પરનું ગુજરાતી ઓડિયો કન્ટેન્ટ આવાઝ વેબસાઇટ (www.aawaz.com/category/gu) અને મોબાઇલ એપ્સ (IOS અને Android) પર શ્રોતાઓ વિના મૂલ્યે એક્સેસ કરી શકે છે, અને કોઈપણ જાતની જાહેરાતની અડચણ વગર સાંભળવાનો અનુભવ કરી શકશે, જેનું કારણ છે કે આવાઝ જાહેરાત-મુક્ત છે. .

આવાઝ એ ભારતનું સૌથી મોટું પોડકાસ્ટ અને સ્પોકન વર્ડ ઓન-ડિમાન્ડ પોડકાસ્ટ નેટવર્ક છે, જેમાં 100% ઓરિજિનલ ઓડિયો સામગ્રી છે. જાન્યુઆરી 2019 થી લાઇવ, આવાઝ હિન્દી, અંગ્રેજી, મરાઠી અને ઉર્દુ ભાષાઓમાં ઉપલબ્ધ છે, ગુજરાતી ભાષાના ઉમેરા સાથે, અવાઝ હવે 5 ભાષાઓમાં ઉપલબ્ધ છે અને 22 વિવિધ શૈલીઓમાં મૂળ પ્રોગ્રામિંગના કુલ કલાકોને 1700+ કલાક સુધી વધારી દે છે. જેમ કે રમૂજ, મનોરંજન, વાર્તાઓ, આધ્યાત્મિક અને બીજું ઘણુંબધું  તેમાં છે. 

આવાઝ શ્રોતાઓ ઉપલબ્ધ ભાષાઓમાં તેમને જે ભાષા સાંભળવી હોયે તેને ફક્ત એપ્લિકેશનમાં અથવા વેબસાઇટ પર તેમની ભાષાની પસંદગી વ્યક્તિગત રીતે કરી શકે છે.

ગુજરાતી લૉન્ચ સમયે, શ્રોતાઓ 12 ગુજરાતી ઓરિજિનલ ઑડિયો શોને સાંભળી શકશે, જેમાં મહાન ભારતીય નેતાઓની પ્રેરણાત્મક વાર્તાઓ, ગુજરાતના પ્રખ્યાત મંદિરોનું મહત્વ,ગુજરાતીમાં મુનશી પ્રેમચંદની વાર્તાઓ, જાણીતા ગીતોના સ્વરાંકનની રચના પાછળની રસપ્રદ ટૂંકી વાર્તાઓનો સમાવેશ થાય છે. 

AawazGujarati પાસે ગુજરાતના જાણીતા એવા કેળવણીકાર ગિજુભાઈ બધેકાની લખેલી ‘ગીજુભાઈ ની બાળવાર્તાઓ’ પણ છે, જેથી નાના બાળકોનું મનોરંજન થાય.

અવાઝ એ મુંબઈ સ્થિત અગ્રાહ્ય ટેક્નોલોજિસ પ્રાઈવેટ લિમિટેડની પ્રોડક્ટ છે. ગુજરાતી ભાષાના લૉન્ચ સમયે વાત કરતાં, સીઈઓ શ્રીરામન થિયાગરાજને જણાવ્યું હતું કે “આવાઝ પર, અમે ભારતીય ભાષાઓમાં હેતુપૂર્ણ સામગ્રી પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ, #aawazGujarati નું લોન્ચિંગ એ ભાષા પ્રત્યે કંઈક ઉત્તમ કરવાના અમારા વિઝનની સમકક્ષ છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક ભારતીયોને તેમની સ્થાનિક ભાષામાં ઓડિયોના અનુભવો મળે.”

ભારતમાં 55 મિલિયનથી વધુ લોકો ગુજરાતી ભાષા બોલે છે, જે ભારતમાં છઠ્ઠી સૌથી વધુ બોલાતી ભાષા છે. 

Leave a Reply

Your email address will not be published.