મોદી સાહેબ ના સ્વાગત માટે થનગનતા વડોદરા કોર્પોરેશનને. ભૂવો નડી ગયો
વડોદરા શહેરમાં ટુક સમયમાં દેશના વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી આવવાના છે પરંતુ વારસિયા પોલીસ સ્ટેશન જવાના મુખ્ય માર્ગે સાંઈબાબા સોસાયટી પાસે 11 દિવસથી મુખ્ય રોડ પર ભુવો પડ્યો હતો,વડોદરા શહેરના તંત્રને સાથે સ્થાનિક કોર્પોરેટરોને મિડીયાના માધ્યમથી જાહેર કરવામાં આવ્યું હતું કે 24 કલાકમાં આ રોડના ભુવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો રામધૂન કાર્યક્રમ કરવામાં આવશે.
આજરોજ સામાજીક કાર્યકર કમલેશ પરમાર સાથે તમામ મિત્રો સાથે રાખીને ફુલહાર,શ્રી ફળ,ચુંદડી,કંકુ સાથે રાખીને ખુરશીની અને ભુવાની પુજા કરી ભુવા પાસે બેસીને રામધૂન ભજન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો
ત્યારબાદ સ્થાનિક કોર્પોરેટર shital મિસ્ત્રી દ્વારા ભુવા ની કામગીરી તાત્કાલિક શરુ કરવામાં આવી ત્યારબાદ તમામ લોકો ઉભા થયા હતા સાથે સામાજીક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું કે નવીનકામગીરી માટે અનેક નેતાઓ ખાત મૂહૂર્ત કરે છે પરંતુ આજ રોજ સામાજીક કાર્યકર દ્વારા ભુવાની પુજા કરીને કામગીરી શરૂ કરવામાં આવી.ખુરશીના ચાર પાયા હોય છે જો નાગરિકો જાગૃત બને તો એક પાયો હલી શકે છે અને ચોક્કસથી કોઈપણ કામગીરી શરૂ થઈ શકે છે સાથે તમામ પ્રેસ મિડીયાનો ખુબ ખુબ આભાર માન્યો હતો