BREAKING NEWS વડોદરામાં પ્રધાનમંત્રી મોદીજી નો રોડશો રદ કરાયો: માત્ર સભા સંબોધશે
પ્રધાનમંત્રી મોદી 18 જૂનના રોડ પાવાગઢ અને વડોદરાની મુલાકાતે આવનાર છે. દરમિયાન વડોદરામાં તેઓના 5 કિમી લાંબા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગેની પુર્વ તૈયારીઓ પુર જોશમાં શરૂ કરી દેવામાં આવી છે. તેવામાં આજે પીએમ નરેન્દ્ર મોદીનો રોડ શો રદ્દ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હવે પાવાગઢથી સીધા જ તેઓ કાર્યક્રમના સ્થળ પર પહોંચશે તેવું સુત્રોએ જણાવ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક હોવાના કારણે પ્રધાનમંત્રી સહિત અનેક મંત્રીઓના રાજ્યના પ્રવાસ વધી ગયા છે. અગાઉ પણ પ્રધાનમંત્રી અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી ચુક્યા છે. તેવામાં 10 જૂન અને 18 જૂનના રોજ રાજ્યમાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે પ્રધાનમંત્રી આવનાર છે. 18 જૂનના રોજ પ્રધાનમંત્રી પાવાગઢ અને ત્યાર બાદ વડોદરાની મુલાકાતે આવવાના છે. વડોદરામાં તેઓ 5 કિમી લાંબો રોડ શો કરવાના હતા. જે અંગે પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. એક વખત રોડ શો નો રૂટ બદલાતા પાલિકા સહિતના તંત્રએ નવા રૂટ પર કામગીરી શરૂ કરી હતી. ગતરોજ કામગીરીની સમીક્ષા કરવા માટે ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ પણ આવ્યા હતા.
એક તરફ વડોદરાના તંત્ર દ્વારા તૈયારીઓ જલ્દી પુરી કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો. તો બીજી તરફ આજે એકાએક પીએમ મોદીનો રોડ-શો રદ્દ કરી દેવામાં આવ્યો છે. હવે તેઓ સીધા જ કાર્યક્રમના સ્થળ પર પહોંચશે. જ્યાં લાખોની સંખ્યામાં હાજર લોકોને સંબોધશો. પીએમ મોદીનો રોડ શો રદ્દ કરવા પાછળનું કારણ હાલ જાણી શકાયું નથી. અને આ અંગે સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. પીએમ મોદીનો રોડ શો રદ્દ થતા વડોદરાવાસીઓ નિરાશ થયા છે તે વાત નક્કી છે.