BREAKING: FIRST SOLOGAMY MARRIAGE OF INDIA પોતાની સાથે લગ્ન કરવાની જાહેરાત કરવાવાળી વિવાદિત યુવતી ક્ષમા બિંદુ એ આખરે લગ્ન કરી લીધા!

ભારે માથાકૂટ બાદ ગઈકાલે છુપીરિતે લગ્ન કરી લીધા

વિવાદ ટાળવા લગ્ન સ્થળ જાહેર ન કરાયું

ખુદની સાથે જ લગ્ન ની જાહેરાત થી ભૂતકાળમાં થયો હતો હોબાળો

ક્ષમા બિંદુ એ પોતાના લગ્ન મેહંદી ના ફોટા જાહેર કર્યા

વિડિયો ના માધ્યમ થી તમામ નો આભાર વ્યક્ત કર્યો.

વગર વરરાજાએ પોતાની ‘માંગ’ ભરવા અને સાત ફેરા લેવા જઈ રહેલી ગુજરાતની યુવતી ક્ષમા બિંદુના આ નિર્ણયનો ભારે વિરોધ થઈ રહ્યો છે. વિરોધને જોતાં ૧૧ જૂને લગ્ન કરવા જઈ રહેલી ક્ષમાએ પોતાના નિર્ણયમાં થોડો ફેરફાર કર્યો છે. તેણીએ જાહેરાત કરી હતી કે તે ગોત્રીના મંદિર ખાતે લગ્ન કરશે, પરંતુ હવે વિરોધને કારણે તેણે મંદિરમાં લગ્ન ના કરવાનો નિર્ણય લીધો હતો.
મંદિરમાં આવા લગ્નનો ભારે વિરોધ: વડોદરા શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર સુનીતા શુક્લાએ આ લગ્નનો વિરોધ કર્યો છે. તેઓ કહે છે કે તેઓ હિન્દુ મંદિરમાં આવા લગ્ન નહીં થવા દે. તેમનો દાવો છે કે આવા લગ્નોને કારણે હિંદુઓની વસ્તીમાં ઘટાડો થશે. સુનીતા શુક્લાના વિરોધ બાદ હવે ક્ષમાએ મંદિરમાં લગ્ન નહીં કરવાનો નિર્ણય લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *