છત્રી અને રેનકોટ તૈયાર રાખો,સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વરસાદ: બરવાળામાં એક. ઇંચ

હજી પાંચ દિવસ વરસાદની આગાહી

રાજયમાં પ્રિ મોનસુન એકિટવીટીની અસર તળે બુધવારે સતત બીજા દિવસે વરસાદ પડયો હતો છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના પાંચ તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. હજી પાંચ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે.

સવારથી અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે.

પ્રિ-મોનસુન એકિટવીટીની અસર તળે આજે સાંજે છુટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. સૌરાષ્ટ્ર સહિત રાજયનાં મંગળવારે 1ર તાલુકાઓમાં વરસાદ પડયો હતો દરમિયાન ગઇકાલે પણ વધુ પાંચ તાલુકાઓમાં વરસાદ પડયો હતો. બોટાદના બરવાળામાં ર7મીમી, અમદાવાદના ધંધુકામાં 14 મીમી, અમરેલીના સાવરકુંડલા માં 1ર મીમી, બોટાદમાં 7 મીમી, ધોલેરામાં 7 મીમી વરસાદ પડયો હતો આજે સવારથી અસહ્ય ઉકળાટનો અહેસાસ થઇ રહ્યો છે.

આગામી પાંચ દિવસ હજી વરસાદની આગાહી આપવામાં આવી છે આજે આણંદ, વડોદરા, ભાવનગર અને અમરેલી જીલ્લામાં આવતીકાલે અમદાવાદ, આણંદ, ખેડા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં જયારે શનિવારના રોજ અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ: બોટાદમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.

નેઋયનું ચોમાસુ છેલ્લા એક સપ્તાહથી આગળ વધતુ અટકી ગયું છે. કારણ થોડી ચિંતાનો માહોલ ઉભો થયો છે.

જો કે આ વર્ષ ચોમાસુ સામાન્ય રહે તેવી આગાહી ખાનગી તથા હવામાન એજન્સીઓ દ્વારા વ્યકત કરવામાં આવી છે. રાજયમાં પ્રિ. મોનસુન એકિટવીટી થકી ચોમાસનો માહોલ બંધાય રહ્યો છે. જુલાઇ માસમાં મેઘરાજા જમાવટ કરે તેવી સંભાવના વર્તાય રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *