RAIN UPDATE:મેઘરાજાની તોફાની બેટિંગ: ત્રણ કલાકના વરસાદમાં અમદાવાદ તળાવમાં ફેરવાયું.

રવિવારે જ્યારે મોટાભાગના શહેરીજનો ઘરે રજાઓ ગાળી રહ્યા હતા ત્યારે મેઘરાજાએ પણ ભાગદોડથી થાકેલા શહેરીજનોને ખુશ કરવાનું વિચાર્યું હતું. સાંજે શહેરમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. વિજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલો વરસાદ શરૂ થયો હતો. જોતજોતામાં મેઘાડંબર રચાયું હતું. રવિવાર હોવાનાં કારણે નાગરિકો વરસાદનો આનંદ લેવા માટે નિકળી પડ્યાં હતા. મેઘરાજાએ પણ જ્યાં સુધી છેલ્લામાં છેલ્લા વ્યક્તિનું મન ન ભરાય ત્યાં સુધી વરસવાનું નક્કી કર્યું હતું. 

જો કે વરસાદનાં પગલે કોર્પોરેશન દ્વારા કરાયેલા દાવાઓ ફરી પોકળ સાબિત થયા હતા અને ભરાયેલા પાણીના કારણે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. સતત દોડતુ અને હાંફતુ રહેતું શહેર જાણે રોડ પર થંભી ગયા હતા. શહેરમાં આજે 1 કલાકમાં જ  1થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેના પગલે અમદાવાદમાં છેલ્લા 3 દિવસમાં 7 ઇંચ વરસાદ જેટલો વરસાદ પડતા સીઝનનો 20 ટકા વરસાદ માત્ર ત્રણ જ દિવસમાં થઇ ગયો હતો. એક કલાકમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

 

આવતીકાલે શાળા કોલેજો બંધ રહેશે

અમદાવાદમાં પાણી જ પાણી…લોકોના ઘરમાં પાણી ઘુસી ગયું.

શહેરનાં પૂર્વ વિસ્તાર ઓઢવ, વિરાટનગર, ઉસ્માનપુરા, આશ્રમરોડ, વાડજ, સરદારનગર, નોબલનગર, મણિનગર, કાંકરિયા, રખિયાલ, ગોમતીપુર, પ્રહલાદનગર, એસજી હાઇવે પર વરસાદની ધમાકેદાર ઇનિંગ હતી. સમગ્ર શહેરમાં શ્રીકાર વર્ષા જોવા મળી હતી. શહેરનો કોઇ પણ વિસ્તાર કોરો નથી રહ્યો. અમદાવાદનાં લગભગ મોટા ભાગના અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી હતી. પશ્ચિમ વિસ્તારનાં શિવરંજની, હેલમેટ સર્કલ, નારણપુરા, શાસ્ત્રીનગર, થલતેજ, કેશવબાગ, વગેરે વિસ્તારોમાં પહેલાથી જ જે પાણી ભરાવાની સમસ્યા છે તે ચાલુ વર્ષે પણ યથાવત્ત રહી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *