ક્ષમાએ જાહેર કર્યુ હવે મંદિરમાં લગ્ન નહિ કરે!
વગર વરરાજાએ પોતાની ‘માંગ’ ભરવા અને સાત ફેરા લેવા જઈ રહેલી ગુજરાતની યુવતી ક્ષમા બિંદુના આ નિર્ણયનો ભારે વિરોધ થઈ રહ્યો છે. વિરોધને જોતાં ૧૧ જૂને લગ્ન કરવા જઈ રહેલી ક્ષમાએ પોતાના નિર્ણયમાં થોડો ફેરફાર કર્યો છે. તેણીએ જાહેરાત કરી હતી કે તે ગોત્રીના મંદિર ખાતે લગ્ન કરશે, પરંતુ હવે વિરોધને કારણે તેણે મંદિરમાં લગ્ન ના કરવાનો નિર્ણય લીધો છે.
તમને જણાવી દઈએ કે ક્ષમા બિંદુ, જે પોતાની જાત સાથે લગ્ન કરવા જઈ રહી છે, તેણે લહેંગાથી લઈને પાર્લર અને જ્વેલરી સુધી બધું જ બુક કરાવી લીધું છે. જો કે, તેમના લગ્ન વરરાજા વિના થશે. એવું માનવામાં આવે છે કે દેશમાં આ પ્રથમ સોલોગામી લગ્ન છે.
મંદિરમાં આવા લગ્નનો ભારે વિરોધ: વડોદરા શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર સુનીતા શુક્લાએ આ લગ્નનો વિરોધ કર્યો છે. તેઓ કહે છે કે તેઓ હિન્દુ મંદિરમાં આવા લગ્ન નહીં થવા દે. તેમનો દાવો છે કે આવા લગ્નોને કારણે હિંદુઓની વસ્તીમાં ઘટાડો થશે. સુનીતા શુક્લાના વિરોધ બાદ હવે ક્ષમાએ મંદિરમાં લગ્ન નહીં કરવાનો નિર્ણય લીધો છે.
મીડિયા સાથેની વાતચીતમાં ક્ષમાએ કહ્યું કે તેણે સુનિતા શુક્લાને જાણ કરી છે કે તેનો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નથી. માફ કરશો જો મારા નિર્ણયથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું. હું મંદિરમાં લગ્ન નહીં કરું.
ક્ષમાએ કહ્યું હતું કે, તે ક્યારેય લગ્ન કરવા નહોતી માંગતી પણ તેનું દુલ્હન બનવાનું સપનું હતું. તેથી તેણે જાતે જ લગ્ન કરવાનું નક્કી કર્યું. આ પછી તેણે ઓનલાઈન સર્ચ કર્યું કે શું કોઈ દેશની મહિલાએ પોતે લગ્ન કર્યા છે પરંતુ તેવું કોઈ જાણવા ના મળ્યું. ક્ષમાએ કહ્યું કે તે દેશની પ્રથમ છોકરી તરીકે એક ઉદાહરણ સ્થાપિત કરશે જેણે એકલા લગ્ન કરશે.
ખાસ વાત એ છે કે ક્ષમા ફેરા ફરવાના સમય સુધી તેઓ તમામ રીત રિવાજો સાથે લગ્ન કરશે. તે સિંદૂર પણ લગાવશે પરંતુ લગ્નમાં ના તો વર હશે કે ના તો વરઘોડો. ક્ષમા ખાનગી પેઢીમાં નોકરી કરે છે.
તેણે કહ્યું કે, “પોતાની જાત સાથે લગ્ન કરવા એ પોતાની જાત માટે વગર શરતે પ્રેમ હોવાની પ્રતિબદ્ધતા છે, તે આત્મ- સ્વીકૃતિનું કાર્ય છે. લોકો જેને પ્રેમ કરે છે તેની સાથે લગ્ન કરે છે. હું મારી જાતને પ્રેમ કરુ છુ તેથી મેં મારી જાત સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે.
ક્ષમાએ કહ્યું, હું જે બતાવવા માંગુ છું તે એ છે કે સ્ત્રીઓ મહત્વ રાખે છે. તેણે કહ્યું કે, તેના માતા- પિતા ખુલ્લા મનના છે અને તેઓએ તેને લગ્ન માટે આશીર્વાદ આપ્યા હતા, એમ તેણે જણાવ્યું હતું. લગ્નમાં લેવા માટે પોતાની જોડે જ પાંચ પ્રતિજ્ઞા લખાવી છે. એટલું જ નહીં, ક્ષમા લગ્ન પછી હનીમૂન પર પણ જશે. આ માટે તેણે ગોવા પસંદ કર્યું છે જ્યાં તે બે અઠવાડિયા સુધી રહેશે.