અલવિદા નટુકાકા : તારક મહેતા ના ઉલ્ટા ચશ્માના કલાકાર કેન્સરને કારણે હારી ગયા.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુ કાકા એટલે ઘનશ્યામ નાયકનું આજે સાંજે કેન્સરની સારવાર દરમિયાન નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા. અભિનેતાએ મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા છે.
અગાઉ એક મીડિયા સાથેની વાતચીતમાં તેમના દીકરા વિકાસ નાયકે કહ્યું હતું, ‘પપ્પાની તબિયત સારી છે. પહેલાં કરતાં ઘણી સુધારા પર છે, પરંતુ હવે તેમને વધારે આરામની જરૂર છે. આથી જ તેઓ શોનું શૂટિંગ કરી શકતા નથી. એવું નથી કે તેમણે શૂટિંગ કરવાનું સાવ બંધ કરી દીધું હોય.
અત્રે ઉલ્લેખનીય છે કે ‘તારક મહેતા..’ ફૅન ક્લબે 77 વર્ષીય ઘનશ્યામ નાયકની બે તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને કહેવામાં આવ્યું હતું, ‘નટુકાકાની હાલની તસવીરો, બિહાઇન્ડ ધ સીન્સ’ આ તસવીરમાં ઘનશ્યામ નાયકનું વજન ખૂબ ઓછું થઇ ગયું છે. આ ઉપરાંત તેમના મોંઢા પર પણ ફેરફારો જોવા મળ્યા હતા.