HighProfile: વડોદરાના હાઇપ્રોફાઇલ રેપ કેસમાં રાજુ ભટ્ટને ત્રણ દિવસના રિમાન્ડ: પોલીસે તપાસનું લીસ્ટ આપ્યું.

વડોદરા બ્યુરો: વડોદરા હાઈપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા આરોપી રાજુ ભટ્ટને આજે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો.
જેમાં પોલીસ કોર્ટ પાસે આરોપીની સધન પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જેની સામે કોર્ટે આરોપી રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 3 ઓકટોબર બપોરે 1 વાગ્યા સુધી આરોપી પોલીસ રિમાન્ડમાં રહેશે.

આરોપી રાજુ ભટ્ટે પોલીસ સમક્ષ કરી કબૂલાત
વડોદરામાં હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસ મામલે રોજ રોજ મોટા ખુલાસા થઈ રહ્યા છે. મુખ્ય આરોપી અશોક જૈન હજુ પણ પોલીસ પકડથી દૂર છે ત્યારે જુનાગઢથી પકડાયેલો આરોપી
રાજુ ભટ્ટે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે પીડિતાને ડવડેક એપોર્ટમેન્ટમાં લઈ ગયો હતો. એ પછી શું થયું તેનો આરોપીએ હજુ સુધી ખુલાસો કર્યો નથી. મહત્વનું છે કે શહેરથી દૂર આજવા ચોકડી પર ડવડેક એપાર્ટમેન્ટ આવેલુ છે.

આરોપીએ દુષ્કર્મ અને સૃષ્ટી વિરુદ્વ કૃત્ય કર્યું હતું: પોલીસ
તો પોલીસ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે આરોપી રાજૂ ભટ્ટે દુષ્કર્મ અને સૃષ્ટી વિરુદ્વ કૃત્ય કર્યું હતું, ફરિયાદીના રૂમમાં સ્પાય કેમેરા લગાવ્યા હતા કે કેમ આ મામલે તપાસ કરવાની છે, સાથે જ સહારાની જમીનની ડીલ મુદ્દે હવે તપાસ થશે તેવી વાત પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતી. ડીલમાં કોણ કોણ ઇન્વેસ્ટરો છે? આરોપીને ભાગવામાં કોણે કોણે મદદ કરી?આરોપી ક્યા રોકાયો હતો? તે બધા સવાલના જવાબની તપાસ પોલીસ કરી રહી છે. પોલીસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા જેની સામે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

દુષ્કર્મના કેસમાં રી કન્સ્ટ્રક્શન કેવી રીતે કરી શકાય?: આરોપીના વકીલ
આરોપી રાજૂ ભટ્ટના વકીલ દ્વારા પોલીસ તપાસ પર મોટા સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. આરોપી રાજુ ભટ્ટના વકીલની દલીલ હતી કે પોલીસ જુદા જુદા મુદ્દાની તપાસ કરી રહી છે પણ દુષ્કર્મની તપાસની બદલે કેવી રીતે ભાગ્યો તેની તપાસ કરે છે. દુષ્કર્મનું રીકન્સ્ટ્રક્શન આરોપીને કબૂલ નથી. દુષ્કર્મના કેસમાં રી કન્સ્ટ્રક્શન કેવી રીતે કરી શકાય? વકીલે કોર્ટમાં એ વાત પણ ટાંકી હતી કે રાજુ ભટ્ટે બળાત્કાર કર્યો હોવાનો ઇન્કાર કર્યો છે, બળાત્કાર પહેલા સ્પાઈ કેમેરા કોણે લગાવ્યા? સ્પાઇ કેમેરા કેસમાં પોલીસે શું તપાસ કરી? આમ પોલીસ સામે અનેક સવાલો વકીલ દ્વારા ઊભા કરવામાં આવ્યા હતા.

દુષ્કર્મ કેસ મામલામાં સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીનનું કનેક્શન?
સહારાની જમીનની ડીલ મુદ્દે પોલીસ તપાસ કરવાની વાત કરી રહી છે જેને લઈને આરોપી રાજૂ ભટ્ટના વકીલે વાંધો દર્શાવ્યો છે. યુવતીને સહારાની ડીલમાં ભાગ આપવાની લાલચ અપાઇ છે કે કેમ? રેકોર્ડિંગ શેનાથી કર્યું, શા માટે કર્યું, કોણે કર્યું તેની પોલીસે તપાસ નથી કરી, યુવતીને રાજુ ભટ્ટનો મોબાઇલ નંબર પણ ખબર નથી. આ ફોટો ફરિયાદીએ વાયરલ નથી કર્યા તો ફોટો કોણે વાયરલ કર્યા તેની પોલીસે તપાસ કરવી જોઇએ સાથે વકીલે એ પણ દલીલ કરી હતી સહારાની ડીલમાં રાજુ ભટ્ટને કોઇ લેવા દેવા નથી, પોલીસને કેમ સહારાની ડીલમાં રસ છે? તેનો મોટો સવાલ આરોપીના વકીલ દ્વારા કરવામાં આવ્યો છે.

અશોક જૈનને પકડવા પોલીસના પ્રયાસ
વડોદરા હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અશોક જૈનના પરિવારના સભ્યોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.પરિવારની ત્રણ મહિલાઓને પૂછપરછ માટે આરોપી અશોક જૈનના પરિવારને ક્રાઈમ બ્રાંચ લાવવામાં આવ્યા છે.

વડોદરાના ગોત્રીનો હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસનો મામલો

કાનજી મોકરિયાની પોલીસ પૂછપરછમાં થયો ખુલાસો
આરોપી રાજુ ભટ્ટને ભગાડવાનું કાવતરું રણોલીમાં ઘડાયું
રાજકીય અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પેટ્રોલ પંપ પર ઘડાયું કાવતરું
રાજુ ભટ્ટ, કાનજી મોકરિયાની ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પેટ્રોલ પંપ પર મિટિંગ થઈ
મિટીંગમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાછળથી જોડાયા હતા
ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મામલાની પતાવટ કરવા પણ મયંક બ્રહ્મભટ્ટને કહ્યું
ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો કોઈ રોલ છે કે નહી તેની તપાસ થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *