વડોદરા ની હોસ્પિટલો ને પણ માત્ર ૫૦% રેન્દેસિવિર મળે છે:અને સુરતમાં પાટીલ ૫૦૦૦ ઇન્જેક્શન આપશે.
વડોદરાની હોસ્પિટલો ને રેંદેસિવિર ઇન્જેક્શન નો સ્ટોક પણ મળતો નથી. હોસ્પિટલો માં 100 દર્દીઓ સામે માંડ 50 દર્દીઓ માટે સત્તાધીશો ઇન્જેકશન આપી રહ્યા છે, જેને કારણે વડોદરાની હોસ્પિટલો માં ભારે આક્રોશ વ્યાપ્યો છે.
રેનીસિવિર ના કાળા બજાર ને રોકવા સરકારે આ ઇન્જેક્શનના વેચાણ ને પોતાના હસ્તક લઈ લીધું હતું. પરંતુ ત્યારબાદ રેંડેસિવિર નો જથ્થો મળવો વધુ મુશ્કેલ બની ગયો છે. હાલ વડોદરાની અનેક કોવિડ હોસ્પિટલના સંચાલકો દર્દી ના નામ સાથે ઇન્જેકશન લેવા જાય છે, ત્યારે તેમને 100 દર્દીએ માંડ 50 ઇન્જેક્શન આપવામાં આવે છે.
હવે હોસ્પિટલ કોને આ ઇન્જેક્શન આપે અને કોને બહાર થી લેવાનું કહે તે એક મોટી વિડંબના સર્જાઇ છે. આ કારણે હોસ્પિટલ સત્તાધીશો રીતસર આક્રોશ ઠાલવી રહ્યા છે, પરંતુ તેઓ સામે આવીને વાત કરતા ગભરાઈ રહ્યા છે. ત્યારે રેન્દેસીવિર નો ભાવ કાળાબજાર માં 7000 સુધી પહોંચી ગયો છે. દર્દીના પરિવારજનો ગમે તેમ કરીને આ ઇન્જેક્શન મેળવવા નો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે વડોદરાના સત્તાધીશો આ બાબતે કઈ બોલવા તૈયાર નથી.
રેન્દેસિવિર ઇન્જેક્શન માટે ગુજરાત ભર માં ભારે તંગી સર્જાઇ રહી છે, એવા સમયે સુરત ખાતે સી.આર. પાટિલ દ્વારા 5000 ઇન્જેક્શન આપવામાં આવશે,તેવી જાહેરાત કરવામાં આવી છે. આ રીતે હવે લાઇફ સેવર ઇન્જેક્શન પર પણ ભાજપે છળે ચોક રાજનીતિ શરૂ કરી છે.
આ જાહેરાત સાથે મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ ચોખ્ખું કહી દીધું કે સી.આર ક્યાંથી લાવ્યા તે તેમને ખબર.
જ્યારે પાટિલે પોતાના મિત્રો લાવ્યા તેમ જણાવતા શું સરકાર દ્વારા જે ઇન્જેક્શન ના જાહેર વેચાણ સામે રોક લગાવવા માં આવી છે તે પાટિલના મિત્રોને લાગુ પડતી નથી તેવા સવાલો ઉભા થયા છે.