CMO ઓફિસમાં પણ ફેરફારો: અધિક મુખ્ય સચિવ બદલાયા.

ભુપેન્દ્ર પટેલના CM બન્યા પછી મંત્રી મંડળ તો બદલી જ જવાનું છે એ વાતમાં કોઈ બેમત નથી. પરંતુ હાલમાં એક નવી જ માહિતી સામે આવી રહી છે. CMOમાં પણ અલગ અલગ ફેરફારો જોવા મળી રહ્યા છે. સંકેત મળી રહ્યા હતા એ પ્રમાણે હાલમાં CMOમાં ફેર બદલ જોવા મળી રહ્યો છે. નવી માહિતી સામે આવે છે એ પ્રમાણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધિક મુખ્ય સચિવ પદે ફાયનાન્સમાંથી પંકજ જોશીની નિમણુક કરવામાં આવી છે અને મનોજ દાસને ખસેડવામાં આવ્યા છે. એ જ રીતે વિગતો મળી રહી છે કે અવંતિકાસિંગ અહલોકને સચિવ પદે, ભરુચ કલેક્ટર એમ ડી મોડિયા અને અમદાવાદના DyMC એન એન દવે OSD બનાવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *