સી.એમ બાદ હવે મંત્રી મંડળ માટે KBC શરૂ થયું.
CM તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ મંત્રીમંડળને લઈને લોકો નવી નવી અટકળો ચલાવી રહ્યા છે. કારણકે આગામી 2-3 દિવસની અંદર નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. લોકો હજુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવામાં અમુક ધારણાઓ બહાર આવી રહી છે. જો કે હજુ એ નક્કી નથી કે નવા મંત્રીમંડળને કોને કોને સ્થાન આપવામાં આવશે.
પરંતુ કહેવામાં આવે છે કે નવા મંત્રીમંડળમાં નવા ચહેરાઓને તક આપવામાં આવશે. ખાસ કરીને જે મંત્રીઓ વિવાદમાં રહેલા છે તે મંત્રીઓને પહેલા પડતા મૂકાશે. મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો યુવાઓને પહેલા તક આપવામાં આવશે જેવી માહિતી સામે આવી રહી છે. જોકે ચાલું મંત્રીમંડળમાંથી અમુક મંત્રીઓને પડતા મુકવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી છે.
હાલમાં એવું કહેવામં આવે છે કે આત્મારામ પરમાર, કિરીટસિંહ રાણા, પૂર્ણેશ મોદી, ઋષિકેશ પટેલ, જીતુ ચૌધરી, મોહન ડોડીયા, ગજેન્દ્રસિંહ પરમાર, અજમલજી ઠાકોર નાયબ દંડકને નવા મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. હાલ જે મંત્રીમંડળ છે તેમાથી 8 જેટલા નેતાઓને હટાવામાં આવશે તેવી માહિતી પણ સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી છે. સાથે જ કહેવામાં આવે છે કે જયેશ રાદડિયા, ગણપત વસાવા, કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, બ્રિજેશ મેરજા, જયદ્રથસિંહ પરમાર વગેરેનું સ્થાન યથાવત રહેશે એવું પણ સુત્રો જણાવી રહ્યા છે.
જો કે દિગ્ગજો એવું પણ કહી રહ્યા છે કે કેટલાક સિનિયર નેતાઓની પણ બાદબાકી થશે. તે સિવાય જે લોકોની નબળી કામગીરી નબળી છે તે લોકોને પણ રજા આપી દેવામાં આવશે. મહત્વનું છે કે નવા મંત્રીમંડળમાં ઝોન વાઈસ જ્ઞાતિના સમીકરણોને પ્રાધાન્ય આપવામાં આવશે અને 2022ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું ગઠન કરવામાં આવશે. જો કે હવે પાક્કી ખબર તો ત્યારે જ પડશે કે જ્યારે નેતાઓના ફાઈનલ સામે આવી જાય.