ભાઉના નિવાસસ્થાને ધારા સભ્યો નો મેળાવડો: જૂના મંત્રી દેખાયા નથી.

પટેલ- પાટીલ કોમ્બો કદાચ આજેજ મંત્રી મંડળની રચના કરી શપથ ગ્રહણ સમારોહ પણ કરી નાખે તેવી શક્યતા છે. ભાજપમાં આ ફેરફારો થી ભારે નારાજગી ઊભી થઈ છે અને મંત્રી મંડળ ની રચના બાદ આ નારાજગી બહાર આવે તેવી શક્યતા છે. પરંતુ હાલ પાટીલ ભાઉં ને ત્યાં ધારાસભ્યો ઉમટી પડ્યા છે. જોકે હાલ ના મંત્રી મંડળ ના મંત્રીઓ હજી સુધી ફરક્યા નથી.

જો આપણે પહેલાની રાજ્ય સરકારની વાત કરીએ તો અત્યાર સુધીમાં પાટીદારોનાં દિગ્ગજ નેતા નીતિન પટેલ નંબર બેની ભૂમિકામાં રહ્યા છે અને ડેપ્યુટી સીએમ પદ પર તેઓ હતા ત્યારે હવે મુખ્યમંત્રી જ પાટીદાર હોવાથી નીતિન પટેલનાં પદને આશંકા ઊભી થઈ છે. જો કે હવે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને પાટીદાર હોય તેવું રહ્યું નથી ત્યારે નીતિન પટેલ જેવા દિગ્ગજ નેતાનું પણ મંત્રીમંડળમાંથી પત્તું કપાઈ શકે છે. સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર નીતિન પટેલનાં સ્થાને ઋષિકેશ પટેલને સ્થાન આપવામાં આવી શકે છે, જો કે આ બધી સંભાવનાઓ પર વિરામ ત્યારે જ મુકાશે જ્યારે નવા નામો જાહેર થશે. હાલમાં સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે ગુજરાતના નવા મંત્રીમંડળમાં છેલ્લી ઘડીએ નો-રિપીટ થિયરી લાગુ થઈ શકે છે. જેમાં જૂના ચહેરાઓ રિપીટ ન થાય તેવી પૂરી શક્યતાઓ છે. તો નવા ચહેરાઓને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે. આ રીતે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રદીપસિંહ જાડેજા- વટવા દેવા માલમ- કેશોદ ગોવિદ પટેલ-રાજકોટ દક્ષિણ જીતુ ચૌધરી- કપરાડા મોહન ઢોડિયા- મહુવા- સુરત ગણપત વસાવા- માંગરોળ- સુરત જયેશ રાદડિયા- જેતપુર શશિકાંત પંડયા- ડીસા બ્રિજેશ મેરજા- મોરબી જીતુ વાઘાણી- ભાવનગર દક્ષિણ નીમાબેન આચાર્ય- ભુજ આત્મારામ પરમાર- ગઢડા દિલિપ ઠાકોર- ચાણસ્મા જવાહર ચાવડા- માણાવદર હકુભા જાડેજા- જામનગર ઉત્તર રાજેન્દ્ર ત્રિવેદી- રાવપુરા કિરિટસિંહ રાણા- લીંબડી આર.સી.ફળદુ- જામનગર દક્ષિણ જગદીશ પટેલ-અમરાઈવાડી નિમીષા સુથાર-મોરવાહડફ સંગીતા પાટીલ- લિંબાયત પંકજ દેસાઇ- નડિયાદ આર.સી.મકવાણા- મહુવા- ભાવનગર જે.વી.કાકડિયા- ધારી ઋષિકેશ પટેલ- વિસનગર હર્ષ સંઘવી- મજૂરા કિર્તિસિંહ વાઘેલા- કાંકરેજ ગજેન્દ્રસિંહ પરમાર- પ્રાતિંજ રાકેશ શાહ- એલિસબ્રિજ તો વળી સૂત્રો દ્વારા એક એવી પણ માહિતી સામે આવી રહી છે કે 16 સપ્ટેમ્બરને બદલે આજે જ CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ યોજાઇ શકે છે.

સવારે 11 વાગ્યે તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવાનો આદેશ આપી દેવાયો હોવાના સમાચાર છે. બપોરે 4 વાગ્યે સમારોહ યોજાશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. જો કે જોવાનું એ રહ્યું કે આખરે કોને કયુ પદ આપવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published.