ગુજરાત ના નવા મંત્રી મંડળમાં એક ચોથી પાસ, ત્રણ ૮ પાસ,પાંચ દસમું પાસ ,ચાર LLB ,એક MA B.Ed અને PHD સહિત નો સમાવેશ.

ગુજરાત રાજ્યના નવા મંત્રી મંડળમાં શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ચાર ચોપડી થી માંડીને PHD સુધી ભણેલા મંત્રીઓ છે. જેમાં ત્રણ મંત્રીઓ ૮ચોપડી પાસ છે, પાંચ મંત્રીઓ ૧૦નું પાસ ,ત્રણ મંત્રીઓ ૧૨નું પાસ અને ચાર એલ.એલ.બી , ૦૧ એમ.એ. બી એડ અને ૦૧ PhD પણ છે.

દેવાભાઇ માલમ – કેશોદ – ૪ પાસ.
વિનોદ મોરાડિયા – કતારગામ- ૧૦મું પાસ
આર.સી.મકવાણા – મહુવા – ૧૦મું પાસ
ગજેન્દ્ર પરમાર – પ્રાંતિજ – BA
કીર્તિ સિંહ વાઘેલા – કાંકરેજ – ૧૨પાસ
કુબેર દિંડોર – સંતરામપુર- PHD
અરવિંદ રૈયાની – રાજકોટ ઇસ્ટ -૮મુ પાસ
નિમિષા સુથાર. – મોરવા હડફ – ૧૨ પાસ
મુકેશ પટેલ. – ઓલપાડ – ૧૨ પાસ
જગદીશ પંચાલ – નિકોલ – અંડર ગ્રેજયુએટ
જીતુભાઈ ચૌધરી – કપરાડા – ૮ પાસ
બ્રિજેશ મેરજા – મોરબી – Bcom
હર્ષ સંઘવી – ૮ પાસ
મનીષા વકીલ – શહેર વાડી, વડોદરા – MA BEd
રાઘવજી પટેલ – જામનગર રૂરલ – LLB
પ્રદીપ પરમાર – અસારવા -૧૦ પાસ
કિરીટ રાણા – લીમડી – ૧૦ પાસ
જીતુ વાઘાણી – ભાવનગર – LLB
નરેશ પટેલ – ગણદેવી – ૧૦ પાસ
ઋષિકેશ પટેલ – ડિપ્લોમા સિવિલ
અર્જુન ચૌહાણ – મહેમદાવાદ – BCOM
કનુભાઈ દેસાઈ – પારડી – LLB
પૂર્ણેશ મોદી – BCOM
રાજેન્દ્ર ત્રિવેદી – વડોદરા- LLB

છેલ્લા બે દિવસથી મંત્રીમંડળમાં કોણ રહેશે અને કોણ જશેની અટકળોનો આજે અંત આવ્યો હતો. આજરોજ રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવી સરકારના 24 પ્રધાનોને પ્રધાનપદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા અને રાજ્યનાના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવી ગયું છે. પ્રધાનમંડળમાં 100% નો-રીપીટ થીયરી અપનાવવામાં આવી છે.

આજરોજ યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં રાજેનદ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, રુષિકેશ પટેલ, પૂ્ર્ણેશ મોદી, રાઘવજી પટેલ, કનુભાઈ દેસાઈ, કિરીટસિંહ રણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર અને અર્જુનસિંહ ચૌહાણે કેબીનેટ પ્રધાન તરીકેના શપથ લીધા છે.

આજરોજ યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં 10 કેબીનેટ પ્રધાનો ઉપરાંત હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલ, મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડીંડોર, કીર્તિસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, રાઘવજી મકવાણા, વિનોદ મોરડીયાઅને દેવાભાઈ માલમ આ 14 ધારાસભ્યોએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *