કુંવરજી બાવળિયાની બાદબાકી થતાં, મતવિસ્તાર છંછેડાયો: બંધ પાળયો
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ થઈ છે. ત્યારે કુંવરજી બાવળીયાને ન સમાવાતા એમના મત વિસ્તારમાં રોષ ભભુકી ઊઠ્યો છે. વીછીંયામાં લોકોએ પોતાના વેપાર રોજગાર બંધ રાખીને રોષ વ્યક્ત કર્યો છે. અનેક નેતાઓને ફોન આવતા તેમના કાર્યકરોમાં ખુશીનો માહોલ છે. અનેક નેતાઓ છે જેમને ફોન નથી આવ્યા, તેમને મંત્રીમંડળમાંથી પડતા મૂકાયા છે.
જેના કારણે તેમના કાર્યકરો અને તેમના વિસ્તારની પ્રજામાં દુખની લાગણી છવાઇ છે. રૂપાણી સરકારના પાણી પુરવઠાનાં મંત્રી કુંવરજી બાવળિયાને નવા કેબિનેટમાં સ્થાન ન અપાતા કોળી સમાજે વિરોધ નોંધાવ્યો છે. આ પહેલા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ અંગે પત્ર લખીને જાણ કરી હતી. કોળી સમાજમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે. વીંછીંયા બંધનું એલાન આપતા જણાવાયુ હતું કે, કુંવરજી બાવળિયાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં નહીં આવે તો કુંવરજીના સમર્થનમાં વીંછીંયા ગામના તમામ નાના મોટા ધંધાર્થી તેમજ તમામ સમાજ ધંધા રોજગાર બંધ રાખશે.