સ્વ. રમીલા બેને ચાર લોકોને આપ્યું જીવત દાન.

વડોદરા શહેર ની ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે આજે બ્રેન સ્ટ્રોક ને કારણે અવસાન પામેલા રમીલાબેન એ પોતાના અંગ દાન થકી ચાર વ્યક્તિઓને જીવન દાન આપ્યું છે.

ડભોઇ ખાતે રહેતા ૭૨ વર્ષના રમીલાબેન સલોટને પાંચ દિવસ અગાઉ બ્રેન સ્ટ્રોક આવતા તેમના પરિવારજનો વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવ્યાં હતા. હોસ્પિટલ ના તબીબો દ્વારા તેમની સઘન સારવાર ચાલી રહી હતી. પણ સ્ટ્રોક નો હુમલાને કારણે તેમના મગજ ના જ્ઞાન તંતુઓ પર ખૂબજ અસર થઈ હતી. અને આ માટે જટીલ બ્રેન સર્જરી કરાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.
આથી તબીબો દ્વારા આ અંગે તેમના પરિવારજનો જાણ કરવામાં આવી. સર્જરી બાદ તેઓ સ્વસ્થ થશે તેની શક્યતાઓ ઘણી ઓછી હોય ભાઈલાલ અમીન હોસ્પિટલ ના તબીબો એ પરિવારજનો આ અંગે માહિતગાર કર્યા હતા અને તેમને સર્જરી કરાવવી કે નહિ તેનો નિર્ણય લેવા માટે જરૂરી માર્ગ દર્શન પણ આપ્યું હતું.
જોકે સર્જરી બાદ પણ રિકવરી માં નહિવત કહી શકાય તેવી પરિસ્થિતિ ને કારણે સર્જરી નહિ કરવાનો પરિવારનોને એ નિર્ણય લીધો હતો.
આ નિર્ણય બાદ રમીલાબેન ના પુત્ર એ હોસ્પિટલ સતાધીશો ને અંગદાન ની શક્યતાઓ વિશે પૂછતાં. હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકારના નિયુક્ત અધિકારીઓ ને બોલાવી અંગદાન અંગે સંપૂર્ણ પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ તબીબોએ કયા અંગોનું દાન થઈ શકે તે અંગે પરીક્ષણ શરૂ કર્યું હતું, જેમાં કિડની, લિવર અને ચક્ષુ દાન થઈ શકશે તેવા રિપોર્ટ આવ્યા હતા.


આ રિપોર્ટના આધારે સરકાર નિયુક્ત અધિકારીઓએ સુરતના દર્દીઓને કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે તેવો નિર્ણય ઓર્ગન મેચ ના આધારે લીધો હતો. જ્યારે ચક્ષુઓ વડોદરાની કાશિબાઈ આઈ બેંક ને સુપરત કરવાની સૂચના અપાઇ હતી.
આજે ગુરુવારે સવારે રમીલાબેન ના લિવર, કિડની અને ચક્ષુઓ ને શસ્ત્ર ક્રિયા થકી કાઢી પોલીસ પેટ્રોલિંગ હેથળ સુરતની કિરણ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા.

જ્યારે તેમના નેત્રો વડોદરાની કાશિબાઇ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતાં.
આમ ડભોઇના સ્વ. રમીલાબેન એ ચાર લોકોને જીવતદાન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *