અમદાવાદ સસ્તા માં કાર લેવાનું વિચારતા પહેલા જરા વિચારી લેજો
આનંદનગર પોલીસે વેપારીની ફરિયાદ આધારે હાથ ધરી કાર્યવાહી
વેપારી પાસેથી રૂપિયા 12.20 લાખ ઠગ્યા નો બનાવ
આકાશ પટેલ નામના વક્તિએ પોલીસની ઓળખ આપી વેપારી પાસેથી રૂપિયા 12.20 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
આ અંગેની જાણ તથા વેપારી એ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઉપરાંત તાજેતરમા જ વડોદરામાં સસ્તામાં કાર અપાવી દેવાના નામે છેતરપિંડીનો કિસ્સો પણ સાથે સાથે સામે આવ્યો છે. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિગત પ્રમાણે ન્યૂ સમા રોડ રહેતા અને મોબાઈલ કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતાં દિવ્યેશ પંડ્યાને સાગર પુરોહિતે સાણંદમાં મોટર્સ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે પરિચય આપ્યો હતો અને પોતે ઓળખીતાને સસ્તામાં કાર આપાવતો હોવાનું જણાવી બાટલીમાં ઉતાર્યો હતો.
જેને પગલે કાર ખરીદવા સાગર પુરોહિતને 1.61 લાખ આપ્યા હતા. આ જ રીતે ચિરાયુ જોશી સાથે પણ કારના નામે રૂા.1.12 લાખની છેતરપિંડી કરી હતી. કાર અપાવવાના બહાને 1.61 લાખ પડાવી કાર નહીં આપી તે જ પ્રકારે મિત્ર પાસેથી 1.12 લાખ પડાવી છેતરપિંડી આચરી હતી. આ અંગે દિવ્યેશ પંડ્યાની ફરિયાદના આધારે પોલીસે સાગરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.