જય રણછોડ ને કેમ રણ છોડવું પડ્યું. લોકો નો રોષ દબાવવા ભાજપ ઢોલ નગારાનો ઉપયોગ કરતું થઈ ગયું.
ભાજપને માંજલપુર, માણેજા, મકરપુરા, તરસાલી, પ્રતાપનગર, ન્યુવીઆઇપી રોડ માં જાકારો મળતા વડોદરાના વરિષ્ઠ નેતાઓ ચિંતિત!
વિકાસના નામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રજા વચ્ચે જઇને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મત માંગવા માટે જઇ રહ્યા છે. કેટલીક જગ્યાએ ઉમેદવારોને આવકાર મળી રહ્યો છે. તો કેટલીક જગ્યાએ પ્રજાના રોષની સાથે જાકારો પણ મળી રહ્યો છે. બુધવારે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર – 18 ના ઉમેદવાર કલ્પેશ પટેલ (જય રણછોડ) સહિતની પેનલ મત માંગવા ગયા ત્યારે ભાજપની હાય હાય બોલાવી વિરોધ કર્યા તથા અન્ય વિસ્તારમાં મહિલાએ કાળું પાણી આવતું હોવાનું જણાવી વિરોધ કર્યો હતો. એક વિડીયોમાં મતદાતા રજુઆત કરી રહ્યો છે. તો ફેરણીમાં ઉમેદવારના સમર્થકો દ્વારા ઢોલ નગારા વગાડવાના શરૂ કરી દેવામાં આવ્યા હતા.
કાળું પાણી, ખરાબ રસ્તા મિશન 76માં મોટું વિઘ્ન સાબિત થઈ શકે છે.
ભાજપના કલ્પેશ પટેલ ફેરણી દરમિયામ પહોંચે છે ત્યારે સ્થાનિકો ભાજપ હાય…. હાય ના નારા લગાડતા નજરે પડ્યા હતા. જેમાં ફેરણીમાં હાજર લોકો દ્વારા વિરોધ કરી રહેલા લોકનો વિડીયો ઉતારી રહ્યા હતા. વિરોધ કરતા સ્થાનિકો જણાવી રહ્યા હતા કે, અમારા વિસ્તારમાં કામ થયું નથી.જો કે, મામલો ઉગ્ર બનતા ઉમેદવારો અને તેમના સમર્થકો સ્થળ પરથી પરત ફર્યા હતા.
વોર્ડ નંબર 18ના કલ્પેશ પટેલ (જય રણછોડ) વિસ્તારમાં ફેરણી કરી રહ્યા હતા,ત્યારે એક મહિલા બોટલમાં ગંદુ પાણી લઇને આવે છે. અને તેમના વિસ્તારમાં આવતા પાણીની હકીકત રજુ કરે છે. દરમિયાન બીજી મહિલા આવે છે અને દાવો કરતા જણાવ્યું હતું, કે હું ભાજપની વોર્ડમાં પ્રમુખ છું. મેં તો તમને પાંચ વર્ષ પછી આજે જોયા છે. તથા વિસ્તારમાં રોડ, રસ્તાની સમસ્યઓ અંગે કોઇ નક્કર કામગીરી કરવામાં નહિ આવી હોવાનું જણાવ્યું હતું. મતદાતાનો રોષ પારખી ગયેલા ઉમેદવારો ચાલતી પકડે છે. જ્યારે લોકોનો આવાજ ઉગ્ર બનતો જાય છે. ત્યારે લોકોની વેદના સાંભળવાની જગ્યાએ ફેરણીમાં હાજર સમર્થકો ઢોલ નગારા વગાડવાનું શરૂ કરીને લોકોની વેદનાને દબાવવાનો પ્રયાસ કરે છે.
માંજલપુર વિસ્તારમાં આવેલી કોતર તલાવડી વિસ્તારમાં અલગ અલગ નગરમાં ફેરણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક ઉમેદવાર કલ્પેશ પટેલ (જય રણછોડ)ની પેનલને લોકોના રોષનો ભોગ બનવો પડ્યું હતું.
થોડાક દિવસે અગાઉ કલ્પેશ પટેલ માણેજા ગામમાં ફેરણી કરવા જઇ રહ્યા હતા ત્યારે સ્થાનિકોના વિરોધની ઘટના પ્રકાશમાં આવી હતી. જો કે, લોકોનો રોષ પારખી ગયેલા કલ્પેશ પટેલે તે સમયે પોતાની ફેરણી ટુંકાવીને અન્ય વિસ્તારમાં પ્રચાર વાળ્યો હતો.
શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા વડોદરામાં મિશન – 76 અંતર્ગત પાલીકાની તમામ બેઠકોને કબ્જે કરવાની રણનિતી સાથે કામ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ જે રીતે ફેરણી દરમિયાન વિવિધ વિસ્તારોમાં ઉમેદવારોએ લોકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે. તે જોતા એમ લાગે છે કે અગાઉ જીતેલા ઉમેદવારોએ ફરી જીતવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે.