શિષ્તના બણગા ફુક્તા ભાજપમાં મંત્રી પદ માટે ઉહાપોહ: શપથ વિધિ મુલતવી રાખવી પડી.

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યના મૌસમમાં ભલે ચોમાસું ટાઢક પ્રસરાવતું હોય પણ રાજકારણમાં માહોલ ગરમ છે. મુખ્યમંત્રીના નામ માટે છેલ્લી ઘડી સસ્પેન્સ રહ્યા બાદ હવે સૌ લોકોની નજર મંત્રીમંડળમાં કોઈને સ્થાન મળશે એના પર ટકી છે. ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને અત્યારે મંત્રીમંડળનો નિર્ણય કરવામાં આવશે. કારણ કે મુખ્યમંત્રી પદ પર પાટીદારને સ્થાન આપવામાં આવ્યું છે. એટલે મંત્રીમંડળમાં બીજી જ્ઞાતિઓના મોટાનેતાને કયુ ખાતું મળે છે એના વિશેની અટકળ ચાલી રહી છે. બીજી તરફ નવા મંત્રીમંડળમાં નવા ચહેરા અને નવી મહિલાઓને સ્થાન આપવામાં આવશે એ વાતે જોર પકડ્યું છે. પણ મંત્રીની ખુરશી માટે પણ મુખ્યમંત્રી પદ જેવી ફિલમ ન થઈ જાય તે માટે ભાજપમાં થયો ભડકો થયો છે.

છેલ્લા 24 કલાકથી પ્રદેશ પ્રમુખના ઘરે કેટલાક ધારાસભ્યોનો અવરોજવરો વધી ગયો છે. એટલે એક વાત નક્કી છે કે, મંત્રીમંડળની રચનામાં સી.આર.પાટીલનો વજન વધારે છે. જોકે, મંત્રીમંડળની રચનાને લઈને પણ છેક સુધી રહસ્ય ઊભું કર્યા બાદ અંદરોઅંદરની ખેંચતાણ સપાટી પર ન આવે એ માટે નવા મંત્રીમંડળની રચના એક દિવસ પાછળ કરી દેવામાં આવી છે. જોવાનું એ રહે છે કે, કોને સ્થાન મળે છે અને કોને ક્યા ખાતાની જવાબદારી સોંપાય છે. વિજય રુપાણી અને નિતીનભાઇ જુથના ધારાસભ્યોને સાચવવાની મથામણમાં કોકડુ ગુચવાયુ છે. એવું રાજકીય સુત્રોનું કહેવું છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા છે. હવે મંત્રી મંડળમાં કોને સ્થાન મળશે એ હવે નક્કી થઈ રહ્યું છે. પણ રાજકીય સુત્રોમાંથી વાત એવી મળી છે કે, મંત્રીપદને લઈને ભાજપમાં કજિયો, અંદરોઅંદર ભારે વિવાદ થતા નવા મંત્રીમંડળની રચના કાલે રાખવામાં આવી છે.

ભાજપના આંતરિક સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વિજય રૂપાણીના મંત્રીમંડળમાંથી 90 ટકા લોકોને કોઈ સ્થાન નહીં આપવામાં આવે. છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રાખ્યા બાદ મોટા હોદ્દાઓ માટે જુદાં જુદાં ત્રણ જૂથ વચ્ચે ખેંચતાણ વધતાં મામલો મોદીના દરબારમાં ગયો હોવાના વાવડ મળી રહ્યા છે. ભાજપના પક્ષ પ્રમુખ પાટીલના બંગલે ઘારાસભ્યોની અવરજવર પણ વધી હતી. તે ઉપરાંત ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થયો હતો. પણ બપોર સુધીમાં કોઈ નિર્ણય ન લેવાતા ખેંચતાણને કારણે નવા મંત્રીમંડળની રચના કાલ પર રાખવામાં આવી છે. પણ ધ્યાનખેંચે એવી વાત એ છે કે, શપથવિધિ માટે તે બોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. એમાં આજની એટલે કે 15 સપ્ટેમ્બરની તારીખ આપવામાં આવી છે. ગાંધીનગરમાં રાજકીય નાટક શરૂ થઈ ગયા છે. જુના ચહેરાઓ સામે એન્ટી ઈન્કમ્બન્સી ઉભી ના થાય તે માટે રૂપાણીના મંત્રીમંડળમાંથી પણ ધારાસભ્યોને મંત્રી ન બનાવવા એવી પણ કવાયત ચાલી રહી છે. એકવાર મંત્રી બન્યા હશે તોપણ નવા મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે એવી ચર્ચા પક્ષના પદાધિકારીઓ વચ્ચે થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *