Buzzવિશ્લેષણ:વિજય ભાઈએ રાજીનામું કેમ આપ્યું?

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અંતે રાજીનામું લેવાઈ ચૂક્યું છે. છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં રૂપાણી જાય છે. એની મોટી મોટી અફવાઓ ચાલી રહી હતી. જે શનિવારે સાંચી પડી ગઈ છે. રૂપાણીના રાજીનામા પાછળ મુખ્ય 4 મુદ્દા જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમા ખાસ કરીને કોરોનાકાળમાં સરકારની કામગીરીથી લઈને સંગઠન સાથેના અંદર ખાને મતભેદ, વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપને 100 બેઠકો પણ મુશ્કેલ. આ બે મુદ્દા મુખ્યરૂપથી ચર્ચામાં છે. ગુજરાતભરમાં કેન્દ્રીય મંત્રીઓ જનસંવેદના યાત્રા નામે ફર્યા હતા. આ દરમિયાન તેમણે રાજ્ય સરકારની કામગીરી અંગેનો અંદરખાને સર્વે કરી લીધો હતો. જેમાં ગુજરાતની જનતા રૂપાણી સરકાર સામે નારાજ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજનને એન્ટી ઈનકમબન્સી નડી શકે છે.

ગુજરાતના હોદ્દા ઓ માં પણ વિકાસ: એક સીએમ અને બે ડેપ્યુટી સી એમ તરીકે શપથ લે તેવી ચર્ચાઓ.

ગોરધન ઝડફિયા ને મુખ્યમંત્રી પદ મળે તેવી ચર્ચાઓ.

ગુજરાતમાં દિલ્હી હાઈકમાન્ડે નેતુત્વ પરિવર્તન કરવાનું મન બનાવી લીધું હતું. જોકે, આ માહોલ વચ્ચે એક દિવસીય ટૂંકી અમિત શાહની મુલાકાત પણ મોટી અને મહત્ત્વની માનવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે દિલ્હીથી કોઈ મંત્રી આવે એટલે એરપોર્ટથી લઈને આયોજન સુધી મસમોટી આગતાસ્વાગતા થાય છે. પણ શાહની એક દિવસીય મુલાકાતને રાજકીય સ્પર્શ મળ્યો હોવાનું ગુજરાતના રાજકારણમાં ચર્ચાય છે. CM વિજય રૂપાણી ની અસલ સ્પીચમાં ફેરફાર કરી વીડિયો વાઇરલ કરનાર વડોદરાના યુવકની ધરપકડ, પદ-પ્રતિષ્ઠાને નુકસાન કરવાનો ગુનો નોંધાયો | Gujarat Update આમ રૂપાણીના રાજીનામા પાછળ સત્તા વિરોધિ જુવાળ હોવાનું કારણ મનાય રહ્યું છે. અગાઉ 2017ની વિધાનસભાની ચૂંટણી વિજય રૂપાણીના નેતુત્વમાં લડવામાં આવી હતી. જેમા ભાજપને સૌથી ઓછી માત્ર 97 બેઠકો મળી હતી. એટલે આ સત્ય પણ સ્વકારવું પડે એમ છે. જો ચિત્ર ભાજપના ગઢ મનાતા ગુજરાતમાં ફરી એકવાર ઊભું થાય તો સીધો ફટકો ભાજપને પડે એમ છે. બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે. એટલે અંદરખાને ચર્ચા એની પણ છે. છેલ્લા બે વર્ષમાં ભાજપને 5 વર્ષ સુધી પાતળી બહુમતીની સરકાર ચલાવી પડી હતી. તાજેતરમાં જ વિજય રૂપાણીને પાંચ વર્ષ પૂર્ણ થયાની મસમોટી ઉજવણી કરવામાં આવી હતી. આ ચિત્ર જોતા આગામી વિધાનસભાની ચૂંટણી એમના નેતૃત્વમાં જોખમી હોવાનું જાણવા મળ્યું હતું. એક આ શક્યતા પણ અહી અસર કરે છે. ભાજપ હાઈકમાન્ડે મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામું સ્વીકારી લીધું છે. કોરોનામાં પણ ભાજપ સરકારની સતત અને સખત ટીકા થઈ છે. ખાસ કરીને કોરોનાની દવાઓ, ઇન્જેક્શન અને ઓક્સિજનની કટોકટી જેવી સ્થિતિ ઊભી થતાં પ્રજા બિચારી બની આમતેમ ભટકી રહી હતી. આ સમયે ભાજપના કહેવાતા કોઈ નેતાઓ ચું કે ચા કરતા ન હતા. સરકારની કામગીરી તો નિષ્ફળ ગઈ હતી પણ મહામારી સામે આયોજન હાંફી ગયું હતું. એ વખતે પણ અમિત શાહ યુદ્ધના ધોરણે અમદાવાદ આવ્યા હતા. જેની અસર ત્યાર પછીના બે મોટા કાર્યક્રમ જનસંવેદના અને પાંચ વર્ષની ઉજવણી પર વર્તાઈ. ભાઉ Vs ભાઈઃ રૂપાણી ભલે અનેક વખત સ્પષ્ટ કરી ચૂક્યા હોય કે, અમારી વચ્ચે કોઈ પ્રકારનો વિવાદ નથી. પણ હકકીત જુદી હતી. પ્રમુખ પદે આવ્યા બાદ સીઆરએ શરૂ કરેલી કવાયતોમાં ભાજપ સરકાર અને સંગઠન વચ્ચે સંકલન ન હોવાનો રિપોર્ટ અનેક મુદ્દે સામે આવ્યો હતો. પાટીલ અને રૂપાણી વચ્ચે ગજગ્રાહ વધ્યો હતો.ઘણી વખત સીએમને પૂછો અને પ્રદેશ પ્રમુખનું કામ છે એવા નિવેદનો અંદરખાને અસર કરી રહ્યા હતા. કોણ કોનું માનતું હતું અને કોણ કોને ફોલો કરતું ન હતું એ સદાય ચર્ચાનો વિષય રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *