પોતાના ધારાસભ્ય મિત્રો સાથે બેઠેલા ભુપેન્દ્રભાઈ નું નામ જાહેર થયું ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા.

ફરી એકવાર ઘાટલોડિયા વિધનસભાના મુખ્ય મંત્રી ગુજરાત ચલાવશે.

આનંદીબેન ના વિશ્વાસુ ભુપેન્દ્રભાઈ રેકોર્ડ બ્રેક મારજીન થી જીત્યા હતા.

વડાપ્રધાન મોદીએ સરપ્રાઈઝ આપીને વધુ એક વખત લોકોને ચોંકાવી દીધા છે. રૂપાણીનું રાજીનામું પડતાની સાથે જ નવા મુખ્યમંત્રી કોણ હશે સહિતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. નીતિન પટેલ, મનસુખ માંડવીયા સહિતના નેતાઓના નામની ચર્ચાઓ વચ્ચે અચાનક જ નવા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડીયાના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલનું સામે આવ્યું છે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્‌ ખાતે આ નામની જાહેારાત કરવામાં આવી છે. કમલમ્‌ ખાતે યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કાર્યક્રમમાં સંબોધન શરૂ કર્યું હતુ. આ સમયે લોકોના મનમાં એક સવાલ હતો કે, નવા મુખ્યમંત્રી સ્ટેજ ઉપર બેઠલા લોકોમાંથી હશે.

મુખ્યમંત્રી તરીકે જેનું નામ જાહેર કરવામાં આવ્યું તે ઘાટલોડીયાના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલ સ્ટેજ ઉપર નહીં પરંતુ નીચે ખુરશીમાં બેઠા હતા. નામની જાહેરાત થતા તેઓ પણ પહેલા ચોંકી ગયા હતા. બાદમાં આસપાસમાં બેઠેલા ધારાસભ્યોએ તેઓને અભિનંદન આપ્યા હતા. અને ત્યાર બાદ તેઓને સ્ટેજ ઉપર બોલાવીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *