ગુજરાતનું મંત્રી મંડળ જ્ઞાતિકરણ આધારિત રચાયું.રૂપાણી સરકારના તમામ મંત્રીઓ આઉટ.

ફરી એકવાર પુરવાર થયું છે કે ગુજરાતના રાજકારણમાં સમાજ અને જ્ઞાતિનું સમીકરણ કેટલું મોટું અને મહત્ત્વનું છે. વિકાસની વાત આવે ત્યારે ભલે કોઈ જ્ઞાતિ કે ધર્મ જોવાતો ન હોય પણ ચૂંટણી અને રાજકીય ઉથલપાથલ થાય ત્યારે સૌથી પહેલા બંને પાસાઓ ધ્યાને લેવામાં આવે છે. નવા મંત્રીઓ શપથ લે તે પહેલા જે નામ સામે આવ્યા છે. એમાં સૌથી વધારે પાટીદારને સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના દરેક ઝોનને સાચવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળ માં ભૂપેન્દ્ર પટેલ સહિત અત્યાર સુધીના લિસ્ટ પ્રમાણે 7 પટેલ નો સમાવેશ થાય છે. જેમાં વીનુ મોરડીયા, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, અરવિંદ રૈયાણી, જીતુ વાઘાણી, બ્રિજેશ મેરજા અને ખુદ ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાત માંથી એક પટેલ નેતા, દક્ષિણ ગુજરાતમાંથી 1 પટેલ, મધ્ય ગુજરાતમાંથી1 પટેલ અને સૌરાષ્ટ્રમાંથી કુલ ચાર 4 પાટીદારોનો નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. સૌથી વધારે પાટીદાર સૌરાષ્ટ્રમાંથી લેવામાં આવ્યા છે. એટલે સૌરાષ્ટ્ર ઝોન સચવાઈ જાય. કુલ સાત નેતામાં 4 લેઉઆ પટેલ અને 3 કડવા પટેલ છે. જ્યારે બે બ્રાહ્મણ રાજેન્દ્ર ત્રિવેદી અને એક દેસાઈ કનુ દેસાઈ છે.

જ્યારે 6 ઓબીસી સમાજના અને ચાર આદિવાસી સમાજના નેતાઓનો સ્થાન અપાયું છે. જૈન સમાજમાંથી માત્ર એક નેતા હર્ષ સંઘવીનો સમાવેશ કરાયો છે.

જ્યારે બે મહિલા મનિષા વકીલ અને નિમિષા સુથારને જગ્યા મળી છે. -અરવિંદ રૈયાણી – લેઉઆ પટેલ -જીતુ વાઘાણી- લેઉઆ પટેલ -વીનુ મોરડીયા- લેઉઆ પટેલ -રાઘવજી પટેલ-લેઉઆ પટેલ -ઋષિકેશ પટેલ- કડવા પટેલ -બ્રિજેશ મેરજા – કડવા પટેલ -ભૂપેન્દ્ર પટેલ- કડવા પટેલ (મુખ્યમંત્રી) મનિષા વકીલ -નિમિષા સુથાર પટેલ- 7 (મુખ્યમંત્રી સહિત) ક્ષત્રિય- 2 ઓબીસી- 6 SC- 2 ST- 4 જૈન- 1 બ્રાહ્મણ- 2 ઉત્તર ગુજરાત (1) ઋષીકેશ પટેલ ( વિસનગર) પટેલ ) (2) ગજેન્દ્ર પરમાર ( પ્રાંતિજ) ઓબીસી ) (3) કિરિટસિંહ વાઘેલા (કાંકરેજ) ક્ષત્રિય દક્ષિણ ગુજરાત (1) નરેશ પટેલ (ગણદેવી) ST (2) કનુ દેસાઈ (પારડી) બ્રહ્મણ (3) જીતુ ચૌધરી (કપરાડા) ST (4) હર્ષ સંઘવી (મજુરા) જૈન (5) મુકેશ પટેલ (ઓલપાડ) કોળી પટેલ (6) વીનુ મોરડીયા (કતારગામ) પટેલ સૌરાષ્ટ્ર (1) અરવિંદ રૈયાણી (રાજકોટ) પટેલ (2) રાઘવજી પટેલ જામનગર (પટેલ) (3) બ્રિજેર મેરજા મોરબી (પટેલ) (4) દેવા માલમ (કેશોદ) કોળી (5) કિરીટસિંહ રાણા (લીંબડી) ક્ષત્રિય (6) આર.સી. મકવાણા (મહુવા, ભાવનગર) કોળી (7) જીતુ વાઘાણી: (ભાવનગર પશ્ચિમ) પટેલ મધ્ય ગુજરાત (1) જગદીશ પંચાલ (નિકોલ) ઓબીસી (2) નિમિષા સુથાર (મોરવા હડફ) ST (3) પ્રદિપ પરમાર (અસારવા) SC (4) અર્જુનસિંહ ચૌહાણ (મહેમદાવાદ) ઓબીસી (5) કુબેર ડિંડોર (સંતરામપુર) ST (6) મનીષા વકીલ: (વડોદરા શહેર) SC (7) રાજેન્દ્ર ત્રિવેદી: (રાવપુરા

ગુજરાત સરકાર ના નવા કેબિનેટ મંત્રીઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *