વડોદરાના હાઈ પ્રોફાઈલ રેપ કેસમાં બીજા નંબરના આરોપીની કબૂલાત: ચાર વખત શરીર સુખ માણ્યું છે.
વડોદરા બ્યુરો :વડોદરા શહેરના હાઈપ્રોફાઈલ રેપ કેસના બે મુખ્ય આરોપીઓ પૈકીના જુનાગઢથી ઝડપાયેલાં પાવાગઢ ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટી હેમંત ઉર્ફે રાજુ ભટ્ટનો કોરોના રીપોર્ટ નેગેટીવ જાહેર થતાં આજે બુધવારે સાંજે તેની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં રાજુ ભટ્ટે એવો ધડાકો કર્યો હતો કે, મેં પીડિતા સાથે એક વખત નહીં પરંતુ ચાર વખત જુદી જુદી જગ્યાએ સંમતીથી શરીર સબંધ બાંધ્યો છે. મે રેપ કર્યો નથી કે પીડિતાને માર માર્યો નથી.

હાલમાં પોલીસના રક્ષણ હેઠળ રહેલી ૨૪ વર્ષીય પીડિતાએ તા.૧૯મી ગોત્રી પોલીસ સ્ટેશનમાં આરોપી તરીકે ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક અશ્કરણ જૈન (રહે, રોકડનાથ સોસાયટી,દિવાળીપુરા) અને પાવાગઢ ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટી હેમંત ઉર્ફે રાજુ ત્રંબકલાલ ભટ્ટ (રહે, મિલન પાર્ક, નિઝામપુરા) સામે દુષ્કર્મની એફ.આઈ.આર. નોંધાવી હતી. તા.૩જી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ અશોક જૈન ડી-૯૦૩ નિસર્ગ કોમ્પલેકસ,દિવાળીપુરા ખાતે આવ્યા હતા તે દિવસે તેમણે દુષ્કર્મ ગુજાર્યુ હતુ. બીજા દિવસે તા.૪થી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ રાજુ ભટ્ટ આ જ ફલેટમાં આવ્યા હતા અને તેમણે પણ મારપીટ કરીને હવસનો શિકાર બનાવી હતી. આરોપીઓએ ફોટા વાયરલ કર્યા હતા.
મંગળવારે બપોરે જુનાગઢથી ઝડપાયેલાં રાજુ ભટ્ટ (ઉ.વ.૫૮) (રહે, ૨- મિલનપાર્ક, નિઝામપુરા) ની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવતાં રાજુ ભટ્ટે એવી કેફીયત આપી હતી કે, તેઓ કાનજી અરજણ મોકરીયા (ઉ.વ.૫૫) (રહે, બી-૨૦૨ ફોર્ચ્યુન એમ્પાયર,અલકાપુરી સોસાયટી)ના માધ્યમથી પીડિતાને ઓળખે છે. અશોક જૈનને ઓળખતા નથી. પીડિતા સાથે જોર જબરજસ્તીથી રેપ કર્યો નથી. પીડિતાને અત્યાર સુધીમાં ૮ વખત મળ્યો છુ અને હાર્મની હોટલ, આજવા રોડ ડવડેક એપાર્ટમેન્ટમાં અને ડી -૯૦૩ નિસર્ગ કોમ્પલેકસ,દિવાળીપુરા ખાતે કુલ ૪ વખત સંમતીથી શરીર સબંધ બાંધ્યા હતા. મે પીડિતાની મારપીટ કરી નથી.
પીડિતાએ નોંધાવેલી ફરીયાદ અને આરોપીની કબુલાત વચ્ચે કોન્ટ્રાડિકશન થઈ રહયું છે. આરોપી રાજુ ભટ્ટે આપેલી કેફીયતથી સમગ્ર પ્રકરણમાં અણધાર્યો વળાંક આવ્યો છે. રાજૂ ભટ્ટ જુનાગઢથી વેરાવળ પછી અમરેલી જવાનો હતો. તા.૨૦મી સપ્ટેમ્બરે રાજુ ભટ્ટ વડોદરાથી ભાગીને અમદાવાદ ગયો હતો. જયાં વેવાઈએ તેને આશરો આપ્યો હતો. બે દિવસ અમદાવાદ રોકાઈને જુનાગઢ ગયો હતો. જુનાગઢમાં વકીલને મળીને વેરાવળ અનેે પછી અમરેલી જવાનો હતો. આ રીતે આગોતરા જામીન અરજીનો હુકમ જાહેર ના થાય ત્યાં સુધી અંડર ગ્રાઉન્ડ રહેવાનો રાજુ ભટ્ટનો પ્લાનીંગ હતો.
હોટલ માલિક કાનજી મોકરીયા અને રાજુ ભટ્ટનું ક્રોસ ઈન્ટ્રોગેશન કરાશે
એ.સી.પી. ડી.એસ. ચૌહાણે જણાવ્યુ હતુ કે, રાજુ ભટ્ટને ભગાડવામાં મદદગારી કરનાર કાનજી મોકરીયાને અદાલતે બે દિવસના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજુર કર્યા છે. જે બંન્ને આરોપીઓનું ક્રોસ ઈન્ટ્રોગેશન કરાશે. ક્રોસ ઈન્ટ્રોગેશન એટલે આરોપીઓને જુદા જુદા રુમમાં બેસાડીને પૂછપરછ કરાશે.
રાજુ ઉર્ફે હેમંતને આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મગાશે
દુષ્કર્મના આરોપી હેમંત ઉર્ફે રાજુ ભટ્ટની બુધવારે સાંજે ૪-૩૦ વાગે સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. આવતીકાલે રાજુ ભટ્ટને પોલીસ જાપ્તા વચ્ચે કોર્ટમાં રજુ કરાશે અને રીમાન્ડની માંગણી કરવામાં આવશે. FIR નોંધાતા પહેલાં અજાણ્યા નંબર ઉપરથી સમાધાન કરી લેવા ફોન આવ્યો હતો. રાજુ ભટ્ટ શું કબુલાત કરે છે ? તેવું એ.સી.પી. ડી.એસ. ચૌહાણને પૂછતા તેમણે જણાવ્યુ છે કે, ફરીયાદ નોંધાતા પહેલા રાજુ ભટ્ટ ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને સમાધાન કરવા માટે મયંક નામની વ્યકિત સાથે વાત કરવા જણાવ્યું હતુ. રાજુએ મયંક બ્રહ્મભટ્ટને શોધીને ફોન ઉપર વાત કરી હતી પરંતુ મયંકે આ કેસમાં પડવાનો ઈનકાર કર્યો હતો.
અશોક જૈનની આગોતરા જામીન અરજીમાં સોગંદનામું મુકવા પોલીસે મુદત લીધી
દુષ્કર્મના બે આરોપીઓ પૈકીનો રાજુ ભટ્ટ ઝડપાઈ ચુકયો છે જયારે ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક આશ્કરણ જૈન (રહે, રોકડનાથ સોસાયટી, દિવાળીપુરા) વોન્ટેડ છે. જે આરોપીએ પોલીસની ધરપકડથી બચવા માટે અત્રેની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી ગુજારી હતી. જેની બુધવારે તા.૨૯મીએ સુનાવણી હતી. આરોપીને કયા કારણોસર આગોતરા જામીન નહિં આપવા જોઈએ તે અંગે તપાસ અધિકારીએ આજે કોર્ટમાં એફીડેવિટ મુકવાનું હતું. પરંતુ તપાસ અધિકારી પી.આઈ. ખેરે સોગંદનામુ રજુ કરવા માટે મુદતની માંગણી કરી હતી.
રાજુ ભટ્ટને ભગાડવાનું કાવતરું રણોલીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પેટ્રોલ પંપ ઉપર ઘડાયું..!
રેપકેસના આરોપી રાજુ ભટ્ટને ભગાડવા માટેનું કાવતરુ રણોલીના પેટ્રોલ પંપ ઉપર ઘડાયું હતુ. આ પેટ્રોલ પંપ શહેરના બહુચર્ચીત ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો હોવાનું એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યુ છે. કાનજી અને રાજુ ભટ્ટ વચ્ચે પેટ્રોલ પંપ ઉપર મીટીંગ ચાલી રહી હતી તે મિટીંગમાં પાછળથી ધર્મેન્દ્રસિંહ પણ જોડાયા હતા. હવે પોલીસ ધર્મેન્દ્રસિંહને આરોપી બનાવે છે કે નહીં ? તે ચર્ચાનો વિષય બન્યો છે. તો બીજી તરફ પોલીસનું એવુ સ્ટેન્ડ છે કે આ મિટીંગ સાથે ધર્મેન્દ્રસિંહને નીસ્બત નથી. તો પછી મિટીંગ યોજવા માટેના સ્થળ તરીકે પેટ્રોલ પંપ ઉપર કેમ પસંગદી કરવામાં આવી તેવો સવાલ ઉપસ્થીત થાય છે.
ક્રાઇમ બ્રાન્ચની મેરેથોન પૂછપરછમાં રાજુ ભટ્ટ ધ્રુસકે – ધ્રુસકે રડી પડયો
શહેરના હાઇપ્રોફાઇલ કેસમાં પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટની ક્રાઇમ બ્રાન્ચમાં સાત કલાક પૂછપરછ થઈ હતી. દુષ્કર્મ કેસમાં મેરેથોન પૂછપરછ દરમિયાન રાજુ ભટ્ટ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડયો હતો. રાજુ ભટ્ટે પીડિતાને જે તે સમયે ય્ઁજીઝ્ર અને ેંઁજીઝ્રની પરીક્ષાનું માર્ગદર્શન આપતો હોવાનું સૂત્રો પાસે જાણવા મળ્યું છે.
રાજુ ભટ્ટ ગઈકાલે જુનાગઢથી પકડાયા બાદ આખી રાત ક્રાઇમ બ્રાન્ચમાં પસાર કરી હતી. ક્રાઇમ બ્રાન્ચમાં મેરેથોન પૂછપરછ દરમિયાન રાજુ ભટ્ટ એક તબક્કે ધ્રુસકે ને ધુસકે રડી પડયો હતો. નિર્સગ ફલેટના બેડ પર પીડિતા સાથે બેસેલા ફોટા અંગે રાજુ ભટ્ટને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા સવાલો પુછવામાં આવ્યાં હતાં. પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી મુજબ, રાજુ ભટ્ટ સાથે પીડિતાએ ય્ઁજીઝ્રની પરીક્ષા મુદ્દે વાતચીત કરી હતી. રાજુ ભટ્ટે પીડિતાને ય્ઁજીઝ્રને બદલે ેંઁજીઝ્રની પરીક્ષા આપવાનું કહયું હતું. રાજુ ભટ્ટે પીડિતા સાથે કંપની સેક્રેટરી તરીકે નોકરી કરવા અંગે પણ વાતચીત કરી હતી. અશોક જૈન અંગે ક્રાઇમ બ્રાન્ચે પુછેલા સવાલો અંગે રાજુ ભટ્ટે કહયું હતું કે, તે અશોક જૈનના પરિચયમાં ન હતો. કાનજી મોકરીયાએ પીડિતાની ઓળખ રાજુ ભટ્ટ સાથે કરાવી હતી. રાજુ ભટ્ટ પીડિતા સાથે વર્ષ ૨૦૨૦થી સંપર્કમાં હતો. કોરોના લોકડાઉનમાં પીડિતા તેના વતન ગઈ હતી. લોકડાઉન બાદ પીડિતા ફરી શહેરમાં આવતા બંને એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં.
ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પતાવટ કરવા મને કહ્યું છે: મયંક
રાજુ ભટ્ટ જુનાગઢથી ઝડપાયો તેના બીજા દિવસે બુધવારે શહેરમાં એક ઓડિયો રેકોર્િંડગવાળો ઓડિયો વાયરલ થયો છે. આ વિડિયો અલ્પુ સિંધી અને મયંક બ્રહ્મભટ્ટ વચ્ચે થયેલી વાતચીતનો છે. જેમાં મયંક બ્રહ્મભટ્ટ એવી પ્રતિક્રીયા આપે છે કે, બાપુએ પતાવટ કરવાનું મને કહ્યુ છે બુટલેગર અલ્પુ સિંધી પૂછે છે કે બાપુ કોણ ? તો મયંક જણાવે છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જેઓ વાઘોડિયાથી ઈલેકશન લઢયા હતા. ચાલુ વાતચીતમાં એક વખત કેદાર કાણીયાના નામનો પણ ઉલ્લેખ થયો છે. આ ઓડિયો સાચો હોય તો હવે મયંક બ્રહ્મભટ્ટ પણ પોલીસ સાણસામાં આવી શકે છે. રાજુ ભટ્ટની ધરપકડના બીજા દિવસે વાયરલ થયેલા ઓડિયોના કારણે કેસમાં નવો વળાંક આવી શકે છે.
રેપ કેસની તપાસ માટે આખરે રચના: મહિલા અધિકારી સહિત ૩ સમાવેશ
શહેરના હાઈપ્રોફાઈલ રેપ કેસની તપાસ ચલાવી રહેલી સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમમાં એક મહિલા પોલીસ ઓફીસરનો સમાવેશ કરવામાં આવ્યો છે. એફ.આઈ.આર. નોંધાઈ ત્યારથી લઈને જયારે પણ પીડિતાને પૂછપરછ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ ખાતે બોલાવાતા હતા ત્યારે મહિલા સુરક્ષા સમિતિના ચેરપર્સન શોભનાબેન રાવલને હાજર રાખવામાં આવતા હતા.