સુરતની આ ત્રણ બહેનો કુસ્તીમાં ભલભલા ને ચૂર કરી શકે છે.
હવે ફરીવાર આવો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે અને વર્ષોથી સુરતમાં રહેતો એક પરપ્રાંતિય પરિવાર સુરતને જ કર્મભૂમિ બનાવીને વસવાટ કરી રહ્યો છે. આ પરિવારની આર્થિક સ્થિતી ભલે નબળી હોય પરંતુ આ પરિવારની 3 દીકરીઓએ આજે સાબિત કરી દીધું કે પરિસ્થિતિ ગમે તેવી હોય મહેનત કરનારને સફળતા મળે છે. આજે આ પરિવારના મોભી રામલખનને ખૂબ જ અભિમાન છે. કેમ કે તેની ત્રણેય દીકરીઓ પર રામલખનને ગર્વ છે. રામલખન વિશે વાત કરીએ તો તેઓ ચા નાસ્તાની દુકાન ધરાવતી આ સામાન્ય વ્યક્તિએ તેની ત્રણેય દીકરીઓને ક્યારેય ઓછું નથી આવવા દીધુ.
દીકરીઓને દીકરાથી વિશેષ ગણીને ત્રણેય દીકરીઓને રેસલિંગ ગેમ્સ રમવા માટે પ્રેરિત કરી. જેમાં ત્રણેય દીકરીઓએ એવી ખ્યાતિ પ્રાપ્ત કરી છે આજે કોઈ એવું ન કહે કે આ દીકરીઓ દીકરી કરતા ઓછી છે. સોનુ મોનુ ટ્વીન્સ છે જે રેસલિંગમાં રાજ્ય સ્તરે અનેક રેસલિંગ સ્પર્ધામાં ભાગ લઇ ચૂકી છે. જેમાં તેઓ અનેક મેડલ મેળવીને ખ્યાતિ મેળવી ચૂકી છે તો ત્રીજી બહેન નિલમ તો રાષ્ટ્રીય સ્તરે રેસલિંગ કોમ્પિટિશનમાં ભાગ લઇને ચોથા ક્રમાંકે આવી છે. આ રીતે ત્રણેય દીકરી જ્યારે વિશ્વ ફલક પર નામ રોશન કરતી હોય ત્યારે કોને ભલા સંતોષ ન થાય અને લાગણી ન ઉભરાય. હવે સમગ્ર ગુજરાતમાં આ પરિવારની નામના વધી રહી છે અને તેઓની વાહવાહી થઈ રહી છે.