વડોદરાની બેન્કરસ હાર્ટ ની સુરત અને પાદરા સહિત પાંચ હોસ્પીટલ અને રહેઠાણ પર આઇ. ટી ના દરોડા

વડોદરામાં (Vadodara) કોરોના કાળમાં તાજીમાજી થયેલી હોસ્પિટલો પર ઈન્કમટેક્સ (Income Tax) વિભાગના દરોડા પડ્યા છે. એક સાથે મોટી સંખ્યામાં ઈન્કમટેક્સની ટીમ હોસ્પિટલ પર તપાસ કરી રહી છે. ઈન્કમટેક્સ વિભાગની કાર્યવાહીને પગલે કરચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. વડોદરામાં કોરોનાકાળ બાદ સંભવિત હોસ્પિટલ પર ઇન્કમટેક્સના દરોડાની આ પ્રથમ ઘટના હોઈ શકે છે તેમ માનવામાં આવી રહ્યું છે.

ડો. દર્શન બેન્કર જઈ રહ્યાં ના દૃશ્યો

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડોદરાના ઓપી રોડ સહિત શહેરભરમાં ડો. દર્શન બેંકર દ્વારા સંચાલિત  જેટલી બેંકર્સ હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે. કોરોના કાળમાં તમામ ખાનગી હોસ્પિટલોએ મબલખ કમાણી કરી છે તેતો સૌ કોઈ જાણે જ છે. આજે એકાએક બેંકર્સ હાર્ટની વડોદરા તથા સુરતમાં આવેલી તમામ બ્રાન્ચ પર ઈન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રોએ ઉમેર્યું કે, ઇન્કમટેક્સમાં ત્રણ ડઝનથી વધુ અધિકારીઓની ફોજ સમગ્ર કાર્યવાહીમાં જોડાયેલી છે. ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ આવક-જાવકની હિસાબી વહીઓ, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક ડેટા ડીવાઇઝ સહિતની સઘન તપાસ હાલ કરી રહી છે. કાર્યવાહીના અંતે ઈન્કમટેક્સ વિભાગને મસમોટી કરચોરી પકડવામાં સફળતા મળે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. ઈન્કમટેક્સ વિભાગની કામગીરીને પગલે કરચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. બેંકર્સ ગ્રુપની વડોદરામાં 3 સ્થળોએ, તથા સુરત – 1 તથા પાદરમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ મળીને 5 જગ્યાઓ પર હાલ દરોડાની કામગીરી ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *