અંબાજી મંદિરનો મોહનથાળના પ્રસાદ વિશે જાણવા જેવી વાત..


ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં નવલી નવરાત્રી રંગેચંગે ઉજવાઈ રહી છે ત્યારે જાણીએ ત્યાંના મોહનથાળના પ્રસાદ વિશે કેટલીક રસપ્રદ વાત જાણીએ..

અંબાજીમાં પ્રસાદરૂપે અપાતા મોહનથાળનું વિશેષ મહત્વ છે, ત્યારે એવું કહેવાય છે કે દર બે દિવસે દરરોજ ૨૪૦ કિલોથી વધુ પ્રસાદ તૈયાર થાય છે પરંતુ એક પણ રસોઈયા એ આજ દિવસ સુધી મોહનથાળનો પ્રસાદ ચાખ્યો નથી અને તેમ છતાં વર્ષો વર્ષથી ક્યારેય પ્રસાદના સ્વાદ અને ગુણવત્તામાં સહેજપણ ફરક આવતો નથી…

અંબાજીમાં બનાવવામાં આવતા મોહનથાળના પ્રસાદ વિશે વાત કરીએ તો તેની ખાસ વિશેષતાઓ છે, જે અંગે https://thevedichelpline.com જણાવે છે કે,

  • મોહનથાળના પ્રસાદને ક્યારેય ગેસ પર બનાવવામાં આવતો નથી…
  • પ્રસાદ બનાવવા માટે રસોઈયાઓ પરોઢીયે પાંચ વાગ્યે જાગીને બનાવવાની શરૂઆત કરે છે…
  • રસોઈયાઓ દ્વારા મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે સૌથી પહેલાં લાકડાંને શુદ્ધની આહૂતિ આપવામાં આવે છે….
  • ચૂલો દિવાસળીથી નહીં પરંતુ દીવાની જ્યોતથી પ્રગટાવાય છે…
  • ૨૫ વર્ષથી ૩ બ્રાહ્મણ રસોઈયાઓ’જ આ પ્રસાદી તૈયાર કરે છે…
  • ત્રણ-ચાર કલાકમાં તો ૨૪ પતરાં (૨૪૦ કિલો) પ્રસાદ પાથરી દેવાય છે…
  • અંબાજીમાં મોહનથાળના પ્રસાદ માટે ચણાનો કકરો લોટ પાલનપુરની ફેક્ટરીમાંથી લાવવામાં આવે છે…
  • એકવાર પ્રસાદ તૈયાર થઈ જાય પછી સોનાની થાળીમાં માતાજીને રાજભોગ ધરાવ્યા પછી જ બાકીના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે…
    અંબાજીના પ્રસાદની ખાસિયત એ છે કે, તે એક મહિના સુધી બગડતો નથી…
  • ભાદરવી પૂનમના મેળામાં અંદાજે ૨.૯૨ લાખ કિલો પ્રસાદી બને છે…
    મંદિરના મુખ્ય ત્રણ રસોઈયાઓ પૈકી એક રસોઇયાએ કહ્યું કે, ‘હું ૨૫ વર્ષથી પ્રસાદ બનાવું છું, અમે મંદિરમાં પ્રસાદી બનાવીએ છીએ તે રીતે ઘરે બનાવવાનો ઘણી વાર પ્રયાસ કર્યો છે પરંતુ તેમાં મંદિરમાં બનતી પ્રસાદી જેવો સ્વાદ આવતો નથી જ્યારે મંદિરનો સ્વાદ એકધારો રહે છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *