જામનગરમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા મુસાફરને કોવિડ જાહેર થતાં ઓમીક્રોનની શંકા.
દુનિયાભરમાં કોરોનાનો ઓમિક્રોન વેરીયન્ટ ભારે હાહાકાર મચાવી રહ્યો છે. તેને ભારતમાં રોકવા માટે સરકારી તંત્ર દ્વારા પગલા લેવામાં આવ્યા હતા. પરંતુ તમામ પગલાં નિષ્ફળ રહ્યા હોવાનું આજે સામે આવ્યું છે. આજરોજ રાજ્યના જામનગરમાં આફ્રિકાથી પરત આવેલા મુસાફરનો કોરોના પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું છે. અને મુસાફરના સેમ્પલ લઇને તેને ટેસ્ટીંગ માટે પુનાની વાયરોલોજી લેબમાં મોકલવામાં આવ્યા છે.
કોરોનાની બીજી વેવ પર કાબુ મેળવ્યા બાદ દુનિયા ત્રીજી સંભવિત વેવ સામે લડવાની તૈયારીઓ કરી રહ્યું હતું. ત્યારે વિદેશોમાં કોરોનાનો ઓમિક્રોન વેરીયન્ટ પોતાનો પગપેંસારો કરી રહ્યો હતો. હાલ તબક્કે ઓમિક્રોનની ભારે દહેશત છે. ઓમિક્રોન વાયરલ વધારે તેજ અને અટપટો હોવાને કારણે તેની સામે અનેક દેશોએ આંતરરાષ્ટ્રીય મુસાફરો સ્વિકારવાનું બંધ કરી દીધું છે. તેવા સમયે ભારતમાં પણ ઓમિક્રોનને પ્રવેશતો અટકાવવા માટે પુર્વ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પરંતુ આજરોજ તમીલનાડુંમાં ઓમિક્રોનના બે કેસ સામે આવ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં પણ પગ પેંસારો થઇ રહ્યો હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે.
જામનગરમાં સાઉથ આફ્રિકાથી આવેલા મુસાફરને કોરોના પોઝીટીવ આવ્યો છે. જે ઓમિક્રોન વેરીયન્ટ હોવાની શંકા સેવવામાં આવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા મુસાફરને સેમ્પલને વધુ ચકાસણી માટે પુનાની વાયરોલોજી લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. અને તેને નિયમાનુસાર ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યો છે. અને તેનું તંત્ર દ્વારા સઘન મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી અટકાવવા માટે કેટલાય સમય પહેલા પુર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. જો કે હવે ના થવાનું થવા જઇ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. જો કે, આ મામલે પુણાની વાયરોલોજી લેબમાંથી રિપોર્ટ આવ્યા બાદ જ આ મામલે કંઇ સ્પષ્ટ થશે. દુનિયામાં 14 દેશોને હાઇરીસ્ક કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. જ્યાંથી આવતા મુસાફરોનું તંત્ર સઘન મોનીટરીંગ કરી રહ્યું છે