નવા સી.એમ ચાર્જ લેતાં ની સાથેજ નાઇટ કરફ્યુ વિશે લીધો નવો નિર્ણય.


ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ પહેલા કરતાં કંટ્રોલમાં છે અને કાબૂમાં કેસ સામે આવી રહ્યા છે ત્યારે ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં લાગુ નાઈટ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યું છે.

કઈ તારીખ સુધી લંબાવાયું કર્ફ્યૂ
ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યનાં આઠ મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂને લંબાવવામાં આવ્યું છે. અમદાવાદ,સુરત,રાજકોટ,વડોદરા, ગાંધીનગર,ભાવનગર,જામનગર,જુનાગઢમાં હજુ 25 સપ્ટેમ્બર સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે.

8 મહાનગરોમાં રાત્રી કફર્યુ લંબાવાયો
25 સપ્ટેમ્બર સુધી રાત્રી કફર્યુ લંબાવાયો
રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે કફર્યુ
નાઈટ કર્ફ્યૂ યથાવત

શું રહેશે સમય?
નોંધનીય છે કે નાઈટ કર્ફ્યૂનાં સમયને લઈને પણ કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી, આઠ મોટા શહેરોમાં રાત્રિનાં 11થી સવારનાં છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે.

24 કલાકમાં કોરોનાના 25, 404 નવા મામલા
ગત 24 કલાકમાં કોરોનાના 25, 404 નવા મામલા નોંધવામાં આવ્યા છે. જ્યારે 339 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. આ સમયમાં 37, 127 દર્દી સાજા થયા છે. આની પહેલા સોમવારે દેશમાં કોરોનાના 27, 254 મામલા સામે આવ્યા હતા. 9 સપ્ટેમ્બર કોરોના મામલા સતત ઘટી રહ્યા છે અને કોરોના કેસમાં આવી રહ્યો છે ઘટાડાથી સ્થિતિ સામાન્ય થઈ રહી છે. જો કે કેરળમાં કોરોનાનો આંકડો ચિંતાનું કારણ બની રહી છે.

અત્યાર સુધી 3 કરોડ 32 લાખ 89 હજાર લોકો સંક્રમિત થયા છે
કોરોના મહામારીની શરુઆતથી લઈને અત્યાર સુધી 3 કરોડ 32 લાખ 89 હજાર લોકો સંક્રમિત થયા છે. આમાંથી 4 લાખ 43 હજાર 213 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધી 3 કરોડ 24 લાખ 84 હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *