સૌરાષ્ટ્રમાં NDRFની 9 ટુકડી તહેનાત, જામનગર માટે પાંચ ટીમ રવાના: જુઓ આ તસવીરો.


જામનગર પંથકમાં ભારે વરસાદ ખાટકી રહ્યો છે ત્યારે એનડીઆરએફની ટીમે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યા છે. કાલાવડ નજીકના અનેક ગામોમાં પાણી ઘુસી ગયા છે અને આખું ગામ જાણે તળાવ બની ગયું હોય તેવા દ્રશ્યો આવી રહ્યા છે ત્યારે અનેક લોકો પોતાના જ મકાનમાં ફસાઈ ગયા છે ત્યારે એનડીઆરએફની ટીમે લોકોને બચાવ્યા છે. બચાવ ટીમ દ્વારા બાળકો અને મહિલાઓ સહિત 31 જેટલા લોકોનું NDRF ની ટુકડી દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ ના જે દૃશ્યો સામે આવ્યા છે કે ઉપરથી જ પરિસ્થિતિ કેટલી ભયાનક હશે તે સહેજે કલ્પી શકાય તેમ છે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો છે. જેના કારણે અનેક શહેરના વિસ્તારમાં સ્થિતિ જળબંબાકાર થઈ છે. આ આફતને પગલે NDRFની કુલ નવ ટુકડી તહેનાત કરી દેવામાં આવી છે. જેમાંથી પાંચ ટુકડી જામનગરમાં તહેનાત કરી દેવામાં આવી છે. જ્યારે હવમાન ખાતાની આગાહી અનુસાર હજુ ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ થવાની પૂરી શક્યતા છે.

રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. સોમવારે બપોર સુધીમાં 10 ઈંચ જેટલો વરસાદ થતા રાજકોટમાં પણ જળ ત્યાં સ્થળ જેવી સ્થિતિ ઊભી થઈ છે. રાજકોટ જિલ્લાના 25 પૈકી છ ડેમ ઓવરફ્લો થયા છે. જ્યારે રાજકોટમાં મૌસમનો 45 ટકા વરસાદ થયો છે. જ્યારે જામનગરમાં બપોના ચાર વાગ્યા સુધી સતત વરસાદ ચાલું રહ્યો છે. સૌરાષ્ટ્રમાં કુલ 68.74 ટકા વરસાદ થયો છે. હવામાન ખાતાની આગાહી અનુસાર NDRF અને SDRFની ટીમને એલર્ટ કરી દેવામાં આવી છે. જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં નવ ટીમને તહેનાત કરી દેવામાં આવી છે. ખાસ કરીને જામનગરની સ્થિતિ અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પાંચ ટીમને જામનગર મોકલવામાં આવી રહી છે. જ્યારે જૂનાગઢમાં એક, રાજકોટ, અમરેલી, બોટાદમાં એક એક ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથમાં, પોરબંદર તેમજ ભાવનગરમાં એક ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આવનારા ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરી શક્યતાઓ છે. ખાસ કરીને જૂનાગઢ, વિસાવદર, જામનગર, જામનગર ગ્રામ્ય, ખંભાળીયા, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ગોંડલ અને ભાવનગર સુધી ભારેથી અતિભારે વરસાદ થવાના પૂરા એંધાણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *