વોર્ડ નંબર 11 : કોંગ્રેસનું ભોપાળું બહાર આવ્યું. 800 મિટરની હદ માં રહેતા ત્રણ ઉમેદવારો ને ટિકિટ અપાઇ.
વડોદરા કોંગ્રેસે વોર્ડ નંબર 11 માં વિસ્તાર નહિ પરંતુ વ્યક્તિ ને ટિકિટ ફળવતા બહુ આક્રોશ વ્યાપ્યો છે. આશરે 18 કિલોમીટર ના વોર્ડ માં કોંગ્રેસ દવારા માત્ર 800 મીટર માં રહેતા ત્રણ ઉમેદવારો ને ટિકિટ આપવામાં આવી છે. જેમાં એક ધનકુબેર નો સમાવેશ થાય છે.
ઓલ્ડ પાદરા રોડ, દિવાણીપુરા, તાંદળજાનો અડધો ભાગ હવેલી રોડ સહિત કુલ 17 કિલોમીટર નો વોર્ડ નંબર 11 , સૌથી શુશિક્ષિત મતદારોનો વોર્ડ ગણવામાં આવે છે. આ એજ વોર્ડ છે, જ્યાં થી સ્વ. મમતા કાળે એ ભવ્ય વિજય મેળવ્યો હતો. જોકે તેમના અકાળે અવસાનથી મધ્યસ્થ ચૂંટણી યોજાઈ હતી, અને કોંગ્રેસ ના ઉમેદવાર સામે તમામ ભાજપ ના વરિષ્ઠ નેતાઓને એક્ટિવ થઈ આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ને જીતળવામાં આવ્યા હતા.
કેટલાક ભાજપના નેતાઓએ તો તાંદળજા માં મતદાન ના દિવસે ચોકીપેરો કરવાનો વારી આવ્યો હતો. અને કોંગ્રેસ ને પ્રથમ વાર સોસાયટીઓ માંથી વોટ મળ્યા હતા. ત્યારે આ વખતે આ વોર્ડ માં ચુંટણી ની ફાળવણી માં કોંગ્રેસ દ્વારા ભોપાળું વળતા, ભાજપ ના ઉમેદવારો માટે આ વોર્ડ રેડ કાર્પેટ સમાન છે.
આ ભોપાળું છે કે પછી ખાસ લોકો ને ટિકિટ આપી ને ખુશ કરવાનો વિષય તે તો કોંગ્રેસના હાઈ કમાન્ડ જાણે.. પણ મતદારોને જાણવા જેવી બાબત એ છે કે 17 કિમિ. ના આ વોર્ડ માં કોંગ્રેસે 800 મીટર ના અંતરમાં રહેતા ત્રણ પાડોશીઓને ટિકિટ આપી છે, કોંગ્રેસ પાસે આ વોર્ડ માં સારા ઉમદેવારો હોવા છતાંય આ ત્રણ ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી હતી.
મૉટે ભાગે વોર્ડ ની ચૂંટણી માં ચાર ઉમેદવારો ને વોર્ડના ચાર ખૂણા થી ટિકિટ અપાય છે, જેથી દરેક વિસ્તારનું પ્રતિનિધિત્વ સરખું રહે. પરંતુ જય ચોકસી, સોહના સૈયદ અને મયુરિકા પટેલ માત્ર 800 મીટર માંરહે છે. જેમાં મયુરિકા બેન ગુલાબ વાટિકાના રહેવાસી છે, સોહાના સૈયદ તાંદળજા રહે છે અને કોંગ્રેસના ભામાસા કહેવાતા જય ચોકસી પિતામ્બર સોસાયટી ના રહેવાસી છે.
આમ એક વિપુલ ભાઈ સિવાય ત્રણ ટિકિટો પાડોશીઓને આપી દેવાતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ને પણ નવાઈ લાગી છે ,જોકે કોઈ આ બાબતે બોલવા તૈયાર ન હોઈ આ ચૂંટણી માં ત્રણ પાડોશીઓ લડી રહ્યા છે.