વડોદરામાં આજે 8000 જેટલા તબીબો હડતાળમાં જોડાયા.
વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલના ડોક્ટર પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.આજે વડોદરા શહેરની તમામ ખાનગી હોસ્પિટલના તબીબોએ હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો હતો.જેમાં વડોદરા શહેર જિલ્લાના 8000 તબીબો જોડાયા હતા.
વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી કિડની કેર હોસ્પિટલના ડોકટર પ્રતીક શાહ પર બે દિવસ અગાઉ દર્દીના સગા સબંધીએ દર્દીની સારવાર બાદ કોઈ ફરક ન પડ્યો હોવાના આક્ષેપ સાથે હુમલો કરી ડોકટરને ઇજા પહોંચાડી હતી.જે બાદ વારસિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલો કરનાર રાજેન્દ્રસિંગ રાઠોડ અને રતિલાલ સોલંકી બંને રહે અભિલાષા ચોકડી નંદનવન સોસાયટીનાઓની ધરપકડ કરી હતી.જોકે ડોકટર પર કરાયેલા હુમલા ને પગલે ખાનગી હોસ્પિટલના તબીબી આલમમાં રોષ વ્યાપ્યો હતો.જેથી આજરોજ વડોદરા શહેર અને જીલ્લાની તમામ ખાનગી હોસ્પિટલના તબીબોએ હડતાલનું શસ્ત્ર ઉગામી એક દિવસીય કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો.