કોરોના ગાઇડલાઈનના એક બે અને સાડા ત્રણ કરી ઘાટલોડિયા માં કાર્યકર્તાઓએ ઉજવણી કરી.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ જાહેર થતા જ તેના મત વિસ્તાર ઘાટલોડીયામાં દિવાળી જેવો માહોલ જાેવા મળી રહ્યો છે. ઘાટલોડીયાના ઘારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલના સમર્થકો દ્વારા ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેચીને ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભૂપેન્દ્રભાઈ પટેલના ઘરે પણ દિવાળી જેવો માહોલ જાેવા મળ્યો છે. તેના પરિવારજનોને ઉપર પણ અભિનંદનની વર્ષા શરૂ થઈ ગઈ છે. અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાંથી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ષ ૨૦૧૭માં ઘારાસભ્ય તરીકે પ્રથમ વખત ચુંટાઈ આવ્યા હતા. પહેલી જ વખત ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનવાનો મોકો મળ્યો છે. હાલની વાત કરીએ તો તેઓના મત વિસ્તાર ઘાટલોડીયામાં દિવાળી જેવો માહોલ જાેવા મળી રહ્યો છે. તેના સમર્થકો તેમજ મતદારોમાં પણ ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ફટાકડા ફોડીને અને એક બીજાને મીઠાઈ ખવડવાને ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. નામ જાહેર થયુ ત્યારે ભૂપેન્દ્ર પટેલ પણ ચોંકી ગયા હતા.

પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્‌ ખાતે આ નામની જાહેરાત કરવામાં આવી છે. કમલમ્‌ ખાતે યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કાર્યક્રમમાં સંબોધન શરૂ કર્યું હતુ. આ સમયે લોકોના મનમાં એક સવાલ હતો કે, નવા મુખ્યમંત્રી સ્ટેજ ઉપર બેઠલા લોકોમાંથી હશે. મુખ્યમંત્રી તરીકે જેનું નામ જાહેર કરવામાં આવ્યું તે ઘાટલોડીયાના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલ સ્ટેજ ઉપર નહીં પરંતુ નીચે ખુરશીમાં બેઠા હતા. નામની જાહેરાત થતા તેઓ પણ પહેલા ચોંકી ગયા હતા. બાદમાં આસપાસમાં બેઠેલા ધારાસભ્યોએ તેઓને અભિનંદન આપ્યા હતા. અને ત્યાર બાદ તેઓને સ્ટેજ ઉપર બોલાવીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *