પોલીસ કમિશનર સમશેર સિંહ નો ફેક એકાઉન્ટ બનાવનારા દિલ્હીથી ઝડપાયા.
ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયા મારફતે લોકો સાથે ઠગાઇ કરવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે હવે એક નામંકિત લોકોના ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી રૂપિયાની માગણી કરવાના અસંખ્યા કિસ્સાઓ બની રહ્યાં છે. તાજેતરમાં જ ગુજરતા વિધાનસભા અધ્યક્ષ અને ત્યારબાદ શહેર પોલીસ કમિશ્નરની ફેક ફેસબુક પ્રોફાઇલ બનાવી અનેક લોકો પાસેથી રૂપિયાની માગણી કરાઇ હોવાની કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જો કે, શહેર પોલીસ કમિશ્નર શમશેરસિંઘની ફેક ફેસબુક પ્રોફાઇલ બનાવનારની સાઇબર ક્રાઇમે દિલ્હીથદબોચી લીધો છે.
આરોપી અઠંગ ગુન્હેગાર હોવાનું બહાર આવ્યું.
ગત તા. 13 ફેબ્રુઆરીના રોજ મોડી સાંજે એકા એક અનેક લોકોને શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંઘના નામ અને ફોટા વાળી પ્રોફાઇલથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવામાં આવી હતી. ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ કરનાર કેટલાક લોકો પાસેથી રૂપિયાની પણ માંગણી કરવામાં આવી હતી. દરમિયાન આ બાબત શહેર પોલીસ કમિશ્નર અને સાઇબર ક્રાઇમના ધ્યાને આવી હતી. જેથી આ ફેસબુક પ્રોફાઇલ ફેક હોવાથી કોઇએ એક્સેપ્ટ ન કરવી તેવી જાહેર સૂચના ખુદ પોલીસ કમિશ્નરે પોતાના ઓરીજીનલ ફેસબુક વોલ પર કરી હતી.
તાજેતરમાં જ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબના નામે બોગસ પ્રોફાઇલ બનાવી લોકો પાસેથી રૂપિયા માગવાનો કિસ્સો સામે આવતા આ મામલે સાઇબર ક્રાઇમમાં ગુનો નોંધાયો હતો. અને સાઇબર ક્રાઇમની ટીમે ફોન પે જેવી બેન્ક ખાતાની વિગતો દ્વારા હરિયાણાથી બે શખ્સોની ધરપકડ કરી હતી. ત્યારબાદ વડોદરા શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંઘના ફોટો અને નામનો ઉપયોગ કરી સાઇબર માફીયાઓ દ્વારા ફેક ફેસબુક પ્રોફાઇલ બનાવી ઉપરોક્ત મોડ્સ ઓપરેન્ડી વાપરવામાં આવી હતી.
જોકે આ મામલની પોલીસ વિભાગ અને સાઇબર ક્રાઇમે ગંભીર નોંધ લેતા ફેક પ્રોફાઇલ બનાવનારને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. તેવામાં સાઇબર ક્રાઇમની ટીમ દિલ્હી પહોંચી હતી, જ્યાં ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી મળેલી ચોક્કસ બાતમીના આધારે એક શખ્સને સાઇબર ક્રાઇમે દબોચી લીધો હતો. જોકે આ શખ્સની પોલીસે તપાસ કરતા તેના મોબાઇલ ફોનમાંથી શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંઘનો ફોટો મળી આવ્યો હતો. જેથી પુરતી ખાતરી કરતા પોલીસે તેની ધરપકડ કરી વડોદરા લાવવા તજવીજ હાથ ધરી છે.