Social Media Trending: ઉપર ઇન્દ્ર, દિલ્હીમાં નરેન્દ્ર અને ગુજરાતમાં ભૂપેન્દ્ર જ ચાલે…
રૂપાણીના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રીના અનેક ચહેરા વચ્ચેની ચર્ચાઓ ચાલતી હતી. ત્યારે અચાનક જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલનું નામ સામે આવ્યું છે. તેની સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર મેસેજનો ઢગલો જાેવા મળ્યો છે. ઉપર ઈન્દ્ર, દિલ્હીમાં નરેન્દ્ર અને ગુજરાતમાં ભુપેન્દ્ર જ ચાલે સહિતના મેસેજાે સોશિયલ મીડિયામાં ફરતા જાેવા મળ્યા છે. સોશિયલ મીડિયા ઉપર લોકો પોત પોતાના અભિપ્રાય આપતા જાેવા મળ્યા છે. હાલ કંઈક આવી કોમેન્ટ હાલમાં સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે. -ઉપર ઈન્દ્ર, દિલ્હીમાં નરેન્દ્ર અને ગુજરાતમાં ભુપેન્દ્ર જ ચાલે -જ્ઞાતિવાદ ની શરૂઆત કરનાર ભાજપ હવે ભોગવશે .st ,obc ,sc નું શુ ? પાટીદાર એકલા 2022 જીતાવી દેશે ??? -ભાજપ ની હાર નક્કી હવે…ઘણા જાણીતા અને લોકપ્રિય ધારાસભ્યો હોવા છતાં પણ એને નજર અંદાઝ કરાયા…કદાચ આવનારા સમય માં હવે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર મુખ્ય મંત્રી બનશે…
-સરળ અને નિખાલસ વ્યક્તિત્વ , ઘાટલોડિયા વિધાનસભા ના ધારાસભ્ય તેમજ સરદારધામ ના સભ્ય. એવા શ્રી.ભુપેન્દ્રભાઈ પટેલ (દાદા) ને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બનવા બદલ હાર્દિક શુભકામનાઓ આપના નેતૃત્વમાં ગુજરાત સરકાર ખૂબ જ પ્રગતિ તેમજ વેગવંતુ બનશે -વાહ આખરે એ સાબિત થઈ ગયુ કે ગમે તે કરો બાકી ગુજરાતમાં તો પટેલો નુ જ ચાલવાનુ પટેલ ને સાચવશો તો બીજેપી સચવાશે -ખૂબ ખૂબ અભિનંદન હવે અમદાવાદ મહાનગર નુ હિત થશે -આ દાદા ની ઉંમર કેટલી છે.? -નીતિનભાઈ ને બાજુમાં ઉભા રાખો એમનો સોખ પુરો થાય……… -નરેશભાઈ પટેલ ખોડલધામ નો આભાર જેવોએ થોડાક દિવસ પહેલા કયું હતું કે પાટીદાર મુખ્યમંત્રી હોવો જોઈએ … ભુપેન્દ્ર પટેલ સી એમ બન્યા તેનો શ્રેય ખોડલધામ સ્વપ્નદ્રષ્ટા નરેશભાઈ પટેલ ને જાય છે… -નિતીનભાઇ જેવા અનુભવી માણસ આ નવા વિદ્યાર્થી જેવા ના હાથ નીચે કામ કરશે??? રુપાણી વખતે નિતીનભાઇ રીસાઇ ને ઘર મા ભરાયા હતા નારાજગી જાહેર કરી ને નાણા ખાતુ લેનાર આજે ફરી બસ ચુક્યા .. અભિનંદન નવા સી. એમ સાહેબ ને –એક રીમોટ ગયું અને બીજું રીમોટ આઈ ગયું -અભિનંદન” એજ આપજો જેમને આજ પેહલા “ભુપેન્દ્ર પટેલ” નું નામ સાંભળ્યું હોય, #ભુપેન્દ્ર પટેલ cm -જીવા કાકા ગયા ને આ ભીમા કાકા આવ્યા -એક જ સમાજ ના ૨ નેતા વાહ બીજા સમાજ ના નેતાઓને ક્યારે મોકો મળશે યુવાઓને ક્યારે મોકો મળશે -કોથળામાંથી બિલાડું કાઢયું હો