ભાજપ માટે પેજ કમીટી નુકસાનકારક સાબિત થઈ:
ભાજપના મહત્વકાંક્ષી મિશન76માં પંચર પડી ગયું.
કોરોના કાળમાં દિવાળી અને નવરાત્રી રંગેચંગે ઉજવાતા તહેવારો ખુબ જ ફિક્કા રહ્યા હતા. તેવી જ રીતે લોકશાહીના પર્વ તરીકે ઉજવાતો ચુંટણી પર્વ પણ ફિક્કો જ રહ્યો હતો. મતદારોએ નિરસ મતદાન કરતા હવે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બીજેપી સહિત અન્ય પાર્ટીઓના નેતાઓમાં ચિંતાની લકીર જોવા મળી રહી છે. 23 ફેબ્રુઆરીના રોજ મતગણતરી બાદ મતદાતાઓએ કોને ચુંટ્યા છે તે અંગે સ્પષ્ટતા થશે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતમાં મહત્તમ બેઠકો પર જીત મેળવવાના આશાવાદ સાથે પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો. વડોદરામાં તો શહેર ભાજપા પ્રમુખ દ્વારા મિશન-76 શરૂ કરવામાં આવ્યું હતું. જો કે મતદાન ખુબ જ નિરસ રહેતા હવે કેવું પરિણામ આવશે તે અંગે તમામ લોકો મંથન કરી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા ચુંટણી પહેલા પેજ પ્રમુખના કોન્સેપ્ટને સફળતાની ચાવી તરીકે ખુબ ગજવ્યો હતો. જો કે નિરસ મતદાન થતા હવે તમામ પાર્ટીના ખાસ કરીને સત્તાપક્ષ ભાજપના રાજકીય સમીકરણો ખોરવાયા છે. સી. આર. પાટીલ જેને ચુંટણીમાં જીતવા માટે માસ્ટર સ્ટ્રેટર્જી ગણાવી રહ્યા હતા. તે હવે મહત્વકાંક્ષી સફળતા અપાવે તેવી નથી રહી તેવું મતદાનના આંકડા પરથી ફલીત થાય છે. જો પાલિકાની ચુંટણીમાં પેજ પ્રમુખની માસ્ટર સ્ટ્રેસર્જી ફેઇલ થઇ તો તેની સીધી અસર સી. આર પાટીલના વિધાનસભાના મિશન -182 પર પડશે. જેને લઇને હવે તમામ અગ્રણીઓ ચિંતાતુર બન્યા છે.
મતદાન પહેલા પીએમ મોદીએ પેજ સમિતીને પત્ર લખ્યો હતો
મતદાન પહેલા પીએમ મોદીએ રાજ્યના તમામ પેજ પ્રમુખને પત્ર લખ્યો હતો. જેમાં 15 લાખ પેજ સમિતીન દ્વારા 2.25 કરોડ મતદાર સુધી પહોંચવાના પ્રયાસને બિરદાવવામાં આવ્યો હતો. સીઆર પાટીલ દ્વારા પેજ સમિતી પર વધારે ભાર મુકવામાં આવ્યો હતો. જો કે, ચુંટણીમાં નિરસ મતદાનના કારણે તમામ રાજકીય સમીકરણ ખોટા પડે તો નવાઇ નહિ. લોકોએ રવિવારને દિવસે મતદાન સિવાયના કામો પર વધારે ધ્યાન આપ્યું હોય તેવું મતદાનની ટકાવારી પરથી ફલીત થઇ રહ્યું છે.
પેજ સમિતી મલ્ટી લેવલ માર્કેટીંગ જેવી ચાલબાજી
ભારતીય જનતા પાર્ટી દ્વારા પેજ સમિતી પર વધારે ભાર મુકવામાં આવ્યો હતો. અને નવા નિમાયેલા સી. આર. પાટીલે તો પેજ સમિતી બનાવવા માટે ઝુંબેશ હાથ ધરી હતી. પેજ સમિતીમાં પ્રમુખની નિમણુંક કરવામાં આવે છે. તેની નીચે મતદારોને ભાજપા તરફે મતદાન કરવા માટે પ્રેરાય છે. પરંતુ પાલિકાની ચુંટણીમાં નિરસ મતદાન થવાને કારણે પેજ સમિતીની મલ્ટી લેવલ માર્કેટીંગ જેવી ચાલબાજીને ખાસ સફલતા નથી મળી તેવો પ્રબળ અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. પેજ સમિતી જેવું મલ્ટી લેવલ માર્કેટીંના કોન્સેપ્ટમાં થાય છે. જેમાં એકની નીચે અનેક એમ કરીને જવાબદારી સોંપવામાં આવે છે. જો કે મલ્ટીલેવલ માર્કેટીંગના કોન્સેપ્ટને બિઝનેસમાં ખાસ સફળતા મળી નથી.
મતદાનના આખરી સમયે મતદારોને બુથ સુધી મોકલવા ભારે ધમપછાડા
કોરોના કાળમાં ચુંટણીનો સમય અગાઉની સરખામણીએ વધારી દેવામાં આવ્યો હતો. તેમ છત્તા મતદાન નિરસ રહ્યું હતું. મતદાનના આખરી સમયમાં મતદારોને પોલીંગ બુથ સુધી મોકલવા માટે સત્તાપક્ષ ભારતી. જનતા પાર્ટી દ્વારા ભારે મથામણ કરવામાં આવી હતી. તેમ છત્તા કોઇ નક્કર પરિણામ મતદાનની ટકાવારીમાં જોવા મળ્યું નથી. આમ, થવાને કારણે હવે નેતાઓની ચિંતામાં વધારો થયો છે. પ્રજાએ મતરૂપી વરદાન કોને આપ્યું છે તે 23 ફેબ્રુઆરીના રોજ સ્પષ્ટ થશે.